________________
આવશયક-૨ )
[ ૨૯ ]
ચક્રનો અંતભાગ જોયો, તેથી પ્રભુનું અરિષ્ટનેમિ નામ રાખ્યું. (ર૩) પાર્શ્વનાથ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ શય્યામાં પોતાના પાર્થ-પડખામાં નજીક આવતાં સર્પને જોયો, તેથી પ્રભુનું પાર્શ્વ નામ રાખ્યું. (૨૪) વર્ધમાન- પ્રભુ ગર્ભમાં આવ્યા, ત્યારે જ્ઞાતકુળમાં ધનધાન્યાદિની વૃદ્ધિ થઈ, તેથી પ્રભુનું વર્ધમાન નામ રાખ્યું. (૩) તીર્થકરોની વિશેષતા:- મણ આમથુન.......૩ર કિ. આ પાઠમાં તીર્થકરોની વિશેષતા પ્રગટ કરીને ભક્ત પોતાની ભાવના પ્રગટ કરે છે. પર્વ મણ મણુઝ- આ પ્રમાણે નામસ્મરણ દ્વારા મારા વડે સ્તુતિ કરાયેલા. વિદુય રમતા- કર્મ રૂપી રજ-મલને દૂર કરનારા. તીર્થકરો રજ અને મલથી રહિત છે. વ્યાખ્યાકારે રજ-મલની ત્રણ વ્યાખ્યા કરી છે. (૧) તત્ર વધ્યમાનં વર્ગ મળ્યતે પૂર્વવતુ મત તિા બંધાતા કર્મને રજ અને પૂર્વે બંધાયેલા કર્મોને મલ કહે છે. તીર્થકરોએ પૂર્વે બંધાયેલા ચાર ઘાતિ કર્મોનો નાશ કર્યો છે અને વીતરાગ અવસ્થામાં બંધાતા અઘાતિ કર્મોનો તથા પૂર્વબદ્ધ અઘાતિ કર્મોનો પણ નાશ કરવાના છે, તેથી તેઓ રજ–મલને દૂર કરનારા કહેવાય છે. (૨) બદ્ધ રનઃ નિવાં મત્ત બદ્ધ કર્મોને રજ અને નિકાચિત કર્મોને મલ કહે છે. કર્મ બંધની તરતમતાની અપેક્ષાએ કર્મની ચાર અવસ્થાઓ છે– સ્પષ્ટ, બદ્ધ, નિદ્ધત્ત અને નિકાચિત. કર્મબંધની બીજી અવસ્થાના કર્મો બદ્ધકર્મ છે. તેમાં ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ આદિ પરિવર્તનો થાય છે અને અત્યંત ગાઢ બંધનથી બંધાયેલા કર્મો, જેમાં ઉદ્વર્તન, અપવર્તન આદિ કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી, તે નિકાચિત કર્મો છે. તીર્થકરો સાધનાના પ્રબળતમ પુરુષાર્થ દ્વારા બદ્ધકર્મો અને નિકાચિત કર્મોનો નાશ કરે છે. (૩) પથં રનઃ સાગરીય મતઃ કષાયના અભાવમાં વીતરાગ અવસ્થામાં બંધાતા ઐયંપથિક કર્મોને રજ અને કષાયના સદુભાવમાં બંધાતા સાંપરાયિક કર્મોને મલ કહે છે. સંક્ષેપમાં રજ અને મલમાં આઠે કર્મોનો સમાવેશ થાય છે. ઉપરોક્ત વ્યાખ્યાઓથી સ્પષ્ટ થાય છે કે રજ રૂપ કર્મોથી મલરૂપ કર્મોમાં ચીકાશ કે તીવ્રતા વિશેષ હોય છે. તીર્થકરો અવશ્ય મોક્ષગામી હોવાથી રજ અને મલ બંને પ્રકારના કર્મોનો નાશ કરે છે. પદીપ નર મર- જરા અને મરણનો. ઉપલક્ષણથી જન્મ, જરા અને મરણનો પ્રક્ષીણ-નાશ કરનારા. તીર્થકરોએ કર્મબંધના મૂળભૂત કારણ રૂપ રાગ-દ્વેષનો સંપૂર્ણ નાશ કર્યો હોવાથી પુનઃ જન્મ ધારણ કરવો પડે તેવા કર્મોનો બંધ કરતા નથી. જન્મની પરંપરા જ અટકી જવાથી જરા-વૃદ્ધાવસ્થા કે મૃત્યુ અવસ્થા સહજ રીતે દૂર થાય છે. તીર્થકરોનું વર્તમાન ભવનું આયુષ્ય પૂર્ણ થતાં સૂક્ષ્મ અને સ્કૂલ શરીરનો સર્વથા ત્યાગ કરે છે, તેમના દેહત્યાગને નિર્વાણ-મોક્ષ કહે છે. આ રીતે તેઓ જન્મ, જરા અને મરણનો નાશ કરનારા છે. વરસંપિ નિણવ તિસ્થRT પલીયા..... ઉપરોક્ત વિશેષતાઓથી યુક્ત હે ચોવીસ તીર્થકરો! મારા પર પ્રસન્ન થાઓ. તીર્થકરો વીતરાગ હોવાથી કોઈ પર પ્રસન્ન કે અપ્રસન્ન થતાં નથી. તેમ છતાં ભક્તો તે પૂર્ણ પુરુષને સર્વસ્વ સમજીને, તેમનું શરણ સ્વીકારી, પોતાના અહંભાવનો ત્યાગ કરી, પોતાના