________________
આવશ્યક ૨
૨૭
નોવિસંપિ જેવી– ચોવીસ તીર્થંકરો તથા અન્ય સામાન્ય કેવળી ભગવાન.
ભરત અને રવત ક્ષેત્રમાં એક ઉત્સર્પિણી કે એક અવસર્પિણી કાલમાં ક્રમશઃ ૨૪ તીર્થંકરો થાય છે. અનાદિકાલથી પરિવર્તન પામતા અનંત કાલચક્રમાં અનંત તીર્થંકરો થઈ ગયા છે, તે બધાનું નામસ્મરણ કરવું શક્ય નથી, તેથી ભક્ત આપણા ભરતક્ષેત્રના, આ અવસર્પિણીકાલમાં થયેલા, આપણા આસન્ન ઉપકારી ચોવીસ તીર્થંકરોના નામસ્મરણની પ્રતિજ્ઞા કરે છે. પિશબ્દથી ઐરવતક્ષેત્રની અંતિમ ચોવીસીના ચોવીસ તીર્થંકરો તથા મહાવિદેહ ક્ષેત્રના વિહરમાન તીર્થંકરોનું ગ્રહણ થાય છે. જેવી– કેવળી. તીર્થંકર પદની પ્રાપ્તિ પ્રકૃષ્ટ પુણ્યોદયે થાય છે. કેટલાક જીવો આત્મ સાધનાના પુરુષાર્થથી ઘાતિ કર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાન-કેવળદર્શનને પ્રગટ કરીને સામાન્ય કેવળી બને છે, પરંતુ તે કેવળી ભગવાનને તીર્થંકર નામ કર્મનો ઉદય ન હોવાથી તીર્થની સ્થાપના કરતા નથી, સામાન્ય વળી ભગવાનને દેવકૃત અષ્ટ પ્રાતિહાર્ય, ચોત્રીસ અતિશયાદિ વૈભવ પણ હોતા નથી. તીર્થંકર અને કેવળીના જ્ઞાન, દર્શન અને ચારિત્ર સમાન હોય છે. તીર્થંકર અને કેવળી, બંનેને ચાર અઘાતિ કર્મોનો ઉદય હોવાથી સદેહે વિચરે છે. આયુષ્યકર્મની સાથે ચારે અઘાતિ કર્મોનો ક્ષય થતાં તે બંને સિદ્ધ ગતિને પામે છે.
તીર્થંકરોની સંખ્યા નિશ્ચિત હોય છે, ભરત અને ઐરવતક્ષેત્રમાં એક અવસર્પિણી કે ઉત્સર્પિણી કાલમાં ક્રમશઃ ચોવીસ તીર્થંકરો થાય છે અને મહાવિદેહક્ષેત્રમાં એક સાથે જઘન્ય વીસ તીર્થંકર અને ઉત્કૃષ્ટ ૧૬૦ તીર્થંકરો થાય છે. તે ઉપરાંત સંખ્યાતા જીવો સામાન્ય કેવળીપણે રહીને સિદ્ધ થાય છે. (૨) તીર્થંકરોના નામ :– સમ..... વક્રમાળ ૨ – આ પાઠમાં ૨૪ તીર્થંકરોના શુભ નામનું કથન છે. તીર્થંકરોના નામ ગુણનિષ્પન્ન હોય છે. ગર્ભસ્થ બાળકના પ્રભાવથી માતાને વિવિધ અનુભૂતિઓ થાય છે તેના આધારે નિયુક્તિમાં ચોવીસે તીર્થંકરોના નામની સાર્થકતાનું કથન કર્યું છે. વ્યાખ્યાગ્રંથમાં તદનુસાર વ્યાખ્યા પણ કરી છે.
(૧) ઋષભ દેવ– ભગવાનના માતા મરુદેવાએ ચૌદ મહાસ્વપ્નમાં પ્રથમ ઋષભ-વૃષભ-બળદનું સ્વપ્ન જોયું અથવા પ્રભુના ઉરુ-જાંઘ ઉપર વૃષભનું લાંછન હતું, તેથી પ્રભુનું ૠષભ નામ રાખ્યું.
(૨) અજીતનાથ– પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે ચોપાટ રમતા તેમના માતાની સદા જીત થતી હતી, તેથી પ્રભુનું અજીત નામ રાખ્યું,
(૩) સંભવનાથ– પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે રાજ્યમાં ધાન્યાદિનો અધિક સંભવ-ઉત્પત્તિ હોવાથી પ્રભુનું સંભવ નામ રાખ્યું.
(૪) અભિનંદન સ્વામી– પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે શક્રેન્દ્રે વારંવાર સ્તુતિ કરી, તેથી પ્રભુનું અભિનંદન નામ રાખ્યું.
(૫) સુમતિ– પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાની બુદ્ધિ વિશુદ્ધ થઈ, માતાની સુબુદ્ધિ દ્વારા બે શોક્ય સ્ત્રીઓનો કલેશ શાંત થયો, તેથી પ્રભુનું સુમતિ નામ રાખ્યું.
(૬) પદ્મપ્રભુસ્વામી પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાને પદ્મકમળની શય્યા ઉપર સુવાનો દોહદ ઉત્પન્ન થયો, તેથી પ્રભુનું પદ્મપ્રભુ નામ રાખ્યું.
(૭) સુપાર્શ્વનાથન પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતા સુપાર્શ્વ-શ્રેષ્ઠ પડખાવાળા થયા, તેથી પ્રભુનું સુપાર્શ્વનાથ નામ રાખ્યું.