________________
૧૬
શ્રી આવશ્યક સૂત્ર
સિદ્ધ ભગવાનના ૩૧ ગુણ :– આઠ કર્મની ૩૧ ઉત્તર પ્રકૃતિના ક્ષયથી સિદ્ધ ભગવાનના ૩૧ ગુણ પ્રગટ થાય છે. શ્રી સમવાયાંગ સૂત્ર અને પ્રસ્તુત શ્રી આવશ્યક સૂત્રના ચોથા આવશ્યકમાં સિદ્ધ ભગવાનના ૩૧ ગુણોનું કથન છે. તે આ પ્રમાણે છે– જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિનો નાશ થવાથી (૧) ક્ષીણ મતિજ્ઞાનાવરણ, (૨) ક્ષીણ શ્રુતજ્ઞાનાવરણ, (૩) ક્ષીણ અવધિ જ્ઞાનાવરણ, (૪) ક્ષીણ મનઃપર્યવ જ્ઞાનાવરણ, (૫) ક્ષીણ કેવળ જ્ઞાનાવરણ.
દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિનો નાશ થવાથી (૧) ક્ષીણ ચક્ષુદર્શનાવરણ, (૨) ક્ષીણ અચક્ષુદર્શનાવરણ, (૩) ક્ષીણ અવધિ દર્શનાવરણ, (૪) ક્ષીણ કેવળદર્શનાવરણ, (૫) ક્ષીણ નિદ્રાદર્શનાવરણ, (૬) ક્ષીણ નિદ્રાનિદ્રા દર્શનાવરણ, (૭) ક્ષીણ પ્રચલા દર્શનાવરણ, (૮) ક્ષીણ પ્રચલા પ્રચલા દર્શનાવરણ, (૯) ક્ષીણ થીણદ્વિનિદ્રા દર્શનાવરણ.
વેદનીય કર્મની બે પ્રકૃતિનો નાશ થવાથી (૧) ક્ષીણ શાતાવેદનીય અને (ર) ક્ષીણ અશાતા વેદનીય. મોહનીય કર્મની બે પ્રકૃતિનો નાશ થવાથી (૧) ક્ષીણ દર્શન મોહનીય, (૨) ક્ષીણ ચારિત્ર મોહનીય. આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિના નાશથી (૧) ક્ષીણ નૈરયિકાયુ, (૨) ક્ષીણ તિર્યંચાયુ, (૩) ક્ષીણ મનુષ્યાયુ, (૪) ક્ષીણ દેવાયુ.
નામ કર્મની બે પ્રકૃતિના નાશથી (૧) ક્ષીણ શુભનામ, (૨) ક્ષીણ અશુભનામ. ગોત્ર કર્મની બે પ્રકૃતિના નાશથી (૧) ક્ષીણ ઉચ્ચ ગોત્ર, (૨) ક્ષીણ નીચ ગોત્ર.
અંતરાય કર્મની પાંચ પ્રકૃતિના નાશથી (૧) ક્ષીણ દાનાંતરાય, (૨) ક્ષીણ લાભાંતરાય, (૩) ક્ષીણ ભોગાંતરાય, (૪) ક્ષીણ ઉપભોગાંતરાય, (૫) ક્ષીણ વીર્યંતરાય.
આ રીતે ૫ + ૯ + ૨ +૨+૪+૨+૨+ ૫ = ૩૧ ગુણ પ્રગટ થાય છે. સિદ્ધ ભગવાનમાં આઠ મૂળ પ્રકૃતિના ક્ષયની અપેક્ષાએ આઠ ગુણ અને તેની ૩૧ ઉત્તર પ્રકૃતિના ક્ષયની અપેક્ષાએ ૩૧ ગુણ પ્રગટ થાય છે. તે બંનેમાં તાત્ત્વિક કોઈ ભેદ નથી.
આચાર્ય ભગવંતોના ૩૬ ગુણો ઃ– (૧–૫) પાંચઇન્દ્રિય-સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિયનો સંવર (–૧૪) નવ વિધ બ્રહ્મચર્યનું પાલન– ૧. વિવિક્ત શય્યાસન સેવન– સ્ત્રી, પશુ, પંડગ(નપુસંક) રહિત સ્થાનમાં રહેવું. ર. સ્ત્રીકથા પરિહાર– સ્ત્રીઓની કથા-વાર્તા કરવી નહીં ૩. નિષધાનુ પવેશન– સ્ત્રીઓ સાથે એક આસને બેસવું નહીં અથવા સ્ત્રી ઊઠી જાય ત્યાર પછી પણ અંતમુહૂર્ત સુધી તે આસન પર બેસવું નહીં. ૪. સ્ત્રી અંગોપાંગ દર્શન- સ્ત્રીઓના અંગોપાંગ વિષય બુદ્ધિથી નીરખવા નહીં. ૫. કુંડયાંતર શબ્દ શ્રવણાદિ વર્જન– ભીંત આદિના આંતરે રહીને સ્ત્રીઓના વિલાસ યુક્ત શબ્દો, સંગીત આદિ સાંભળવા નહીં, ૬. પૂર્વ ભોગાસ્મરણ– પૂર્વે ભોગવેલા ભોગોનું સ્મરણ કરવું નહીં. ૭. પ્રણીત ભોજન ત્યાગ— વિકારોત્પાદક ગરિષ્ટ ભોજન લેવું નહીં. ૮. અતિભોજન ત્યાગ પ્રમાણથી અધિક ભોજન લેવું નહીં. ૯. વિભૂષાત્યાગ– શરીર પર શોભા શણગાર કરવા નહીં. (૧૫–૧૮) ચાર કષાયનો ત્યાગ—ક્રોધ ન કરે, માન ન કરે, માયા ન કરે, લોભ ન કરે (૧૯–૨૩) પંચ મહાવ્રતનું પાલન ૧. સર્વપ્રાણાતિપાત વિરમણ, ૨. સર્વમૃષાવાદ વિરમણ, ૩. સર્વઅદત્તાદાન વિમરણ, ૪. સર્વમૈથુન વિરમણ, પ. સર્વ પરિગ્રહ વિરમણ. (૨૪–૨૮) પંચાચારથી યુક્ત ૧. જ્ઞાનાચાર ૨. દર્શનાચાર ૩. ચારિત્રાચાર ૪. તપાચાર ૫. વીર્યાચારનું પાલન કરે. (૨૯-૩૩) પાંચ સમિતિના પાલક ૧. ઇર્યાસમિતિ ૨. ભાષાસમિતિ ૩. એષણાસમિતિ ૪. આયાણમંડ મત્ત નિખૈવિણયાસિમિત ૫.