________________
દોષોના નાશ માટે કાઉસ્સગ્ન કરીને ત્રણે યોગની પ્રવૃત્તિને સ્થિર કરે છે. યોગની પ્રવૃત્તિ સ્થિર થાય ત્યાર પછી જ ઉપયોગ સ્વરૂપ આત્માની અનુભૂતિ થાય છે, તેથી પાંચમો આવશ્યક કાયોત્સર્ગ છે. સાધુ-સાધ્વીઓ ગોચરી, પ્રતિલેખન, પરિષ્ઠાપન, સ્વાધ્યાય આદિ પોતાની આવશ્યક પ્રવૃત્તિઓ કર્યા પછી કાઉસ્સગ્ગ દ્વારા તે ક્રિયામાં લાગેલા દોષોની શુદ્ધિ કરે છે. સાધકોને વારંવાર કાઉસ્સગ્ન કરવાનું વિધાન દેહાધ્યાસને છોડવા માટે છે. () પચ્ચકખાણ – સ્કૂલ અને સૂક્ષ્મ દોષોથી મુક્ત થયેલો સાધક ભાવિક ભાવોથી, પાપપ્રવૃત્તિથી સૈકાલિક મુક્ત થવા માટે તે તે પ્રવૃત્તિના પચ્ચખાણ કરે છે. તે પ્રવૃત્તિનો ત્યાગ કરે છે, તેથી છઠ્ઠો આવશ્યક પચ્ચકખાણ છે.
આ લોકમાં પદાર્થો અનંત છે અને આપણી ઈચ્છાઓ પણ અનંત છે. અનંત ઈચ્છાઓથી અનંત પદાર્થોને ભોગવવાની વૃત્તિ પચ્ચકખાણથી સીમિત થાય છે. જીવનને સંયમિત અને નિયમિત બનાવવા માટે, પચ્ચકખાણની આવશ્યકતા છે. આ રીતે છ એ આવશ્યક આત્મનિરીક્ષણ, આત્મ પરીક્ષણ અને આત્મવિશુદ્ધિનો શ્રેષ્ઠતમ ઉપાય છે.
છ એ આવશ્યકનું સ્વરૂપ જોતાં સમજી શકાય છે કે ચતુર્વિધ સંઘના સર્વ કોટિના સાધકો માટે તે અનિવાર્ય છે. વ્યાખ્યા સાહિત્ય - આવશ્યક સૂત્રની મહત્તા સ્વીકારીને તેના પર અધિકતમ વ્યાખ્યા સાહિત્યની રચના થઈ છે. પૂર્વાચાર્યોએ આવશ્યકના ભાવોને વિસ્તારથી સમજાવવા માટે નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા, ચૂર્ણિ, ટબ્બાની રચના કરી છે. નિર્યુક્તિ :- નિર્યુક્તિ પદ્યરૂપ રચના છે. તે આગમોના રહસ્યોને પ્રગટ કરે છે. નંદીસૂત્રમાં દ્વાદશાંગીના પરિચયમાં વેજ્ઞાનો નિનુત્તીઓ- સંખ્યાત નિર્યુક્તિઓ કહી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે નિયુક્તિની પરંપરા આગમકાલથી જ ચાલી આવે છે. જેમ વર્તમાનમાં શિક્ષકો વિદ્યાર્થીઓને ટૂંક નોંધ લખાવે છે તેમ પ્રત્યેક આચાર્ય કે ઉપાધ્યાય પોત-પોતાના શિષ્યોને આગમના ભાવોનું સ્પષ્ટીકરણ કરાવવા નિર્યુક્તિની રચના કરતા હોય, તેમ જણાય છે. વર્તમાને આગમોની દશ નિયુક્તિઓ ઉપલબ્ધ છે, તેના કર્તા ચૌદપૂર્વધારી શ્રી ભદ્રબાહુસ્વામી છે. તેમાં અનેક મહત્વપૂર્ણ વિષયોની ચર્ચા
છે.
ભાષ્ય – આવશ્યકસુત્ર પર ત્રણ ભાષ્યગ્રંથોની રચના થઈ છે. ૧. મૂળ ભાષ્ય, ૨. ભાષ્ય અને, ૩.વિશેષાવશ્યક ભાષ્ય. પ્રથમ બે ભાષ્ય અત્યંત સંક્ષિપ્ત છે. વિશેષાવશ્યક ભાષ્યની રચના શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણ કરી છે. તેમાં જૈનાગમ સાહિત્યના મહત્વપૂર્ણ સર્વ વિષયોનું સંકલન છે. આ ભાષ્યમાં પ્રથમ સામાયિક અધ્યયન પર વિસ્તૃત વિવેચન છે. ચૂર્ણિ:- નિર્યુક્તિ અને ભાષ્યની રચના પછી શુદ્ધ પ્રાકૃત અને સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત ભાષામાં આગમોના ગદ્યાત્મક વ્યાખ્યા સાહિત્યના લેખનનો પ્રારંભ થયો. તે ચૂર્ણિ રૂપે
52