________________
વિધિ સહિત સાધુ પ્રતિક્રમણ અને શ્રાવક પ્રતિક્રમણ પરિશિષ્ટમાં આપ્યા છે.
આ રીતે સાધકોની દૈનિક ક્રિયામાં ઉપયોગી શાસ્ત્રના ભાવોને વાચકોના અંતર સુધી પહોંચાડવાનો અલ્પતમ પ્રયત્ન કર્યો છે. સંક્ષેપમાં અલ્પ ક્ષયોપશમે પરંતુ મહતું ગુરુકૃપાએ સંપાદન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યા છીએ.
જેમ જેમ એક એક આગમ સંપાદનનું કાર્ય પૂર્ણ થાય, તેમ તેમ જિનભક્તિ અને શ્રદ્ધા દેઢતમ થતાં જાય છે. કાળ ભલે કઠિન હોય, તેમ છતાં ભગવાનનું શાસન આજે જયવંતુ છે, શ્રુતપ્રેમી સર્વ સાધકોની શ્રુત પરંપરાને અખંડ બનાવવાની ભાવના જીવંત છે, ગુરુવર્યોની કૃપા અખંડ છે. સર્વ શાસનરક્ષક અને શ્રુતરક્ષક દેવ દેવીઓ અપૂર્વ ભાવે જિનભક્તિ કરી રહ્યા છે. શાસનપ્રેમી સહુના સદ્ભાવના પૂર્વકના સંપૂર્ણ સહયોગે સંપાદનની સર્વ સમસ્યાનું સહજપણે સમાધાન થઈ જાય છે, મુંઝવણ દૂર થાય છે, સર્વ કંટકો ફૂલ બની જાય છે અને કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.
આ કાર્યમાં જીવનમાં ધ્રુવતારક સમ પરમ શ્રદ્ધેય પૂ. જય-માણેક-પ્રાણ ગુરુદેવની આશિષવર્ષા, અનંત ઉપકારી ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ની પરોક્ષ પ્રેરણા, પ્રધાન સંપાદિકા, સંયમ સંનિષ્ઠા, અપ્રમત્તયોગિની ઉપકારી ગુણીમૈયા ભાવયોગિની પૂ. લીલમબાઈ મ.ની પાવન અને પ્રેરક નિશ્રા તથા અમારા સંપાદન શ્રમના અહર્નિશ સાક્ષી ગુણીમૈયા પૂ. વીરમતિબાઈ મ.નો સંપૂર્ણ સહયોગ અને સહવર્તી પૂ. બિંદુબાઈ મ.આદિ ગુરુકુલવાસી સર્વ સતિવૃંદની સદ્ભાવનાએ અમોને કાર્યશક્તિ પ્રદાન કરી છે. સહુના સહયોગે, અમારા નિમિતે સંપાદન કાર્ય આકાર થઈ રહ્યું છે. સફળતાના સુવર્ણ અવસરે કૃતજ્ઞતાભાવે ઉપકારીઓના ચરણોમાં ભાવવંદન કરીએ છીએ. અંતે જન્મદાત્રી માતા-પિતાના ઋણનો સ્વીકાર કરીને વિરામ પામીએ છીએ.
સંપાદન કાર્યમાં છવાસ્થતાના યોગે જિનવાણીથી ઓછી અધિક વિપરીત પ્રરૂપણા થઈ હોય, તો પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ હાર્દિક ક્ષમાયાચના ... સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-સાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુણીશ્રી ! શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુન્ધર્મની મળે એવી કૃપા
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.)
0
49)
હળવે