________________
>
ર)
I
છે.
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા સાધકોના દોષોની શુદ્ધિ અને આત્મગુણોની અભિવૃદ્ધિ કરનારા શ્રી આવશ્યક સૂત્રની આરાધના સમગ્ર સાધનાને જીવંત રાખનારી એક અનોખી શક્તિ છે. તીર્થ સ્થાપનાના પ્રથમ દિવસે જ ગણધરો આવશ્યક સૂત્ર સહિત દ્વાદશાંગીની રચના કરે છે અને તે દિવસથી જ ચતુર્વિધ શ્રીસંઘના તમામ સાધકો તેની આરાધનાનો પ્રારંભ કરે છે. તેનાથી જ સમગ્ર જૈન સાહિત્યમાં આવશ્યક સૂત્રની અગ્રતા, પ્રધાનતા કે મુખ્યતા પ્રતીત થાય છે.
શ્રી આવશ્યક સૂત્ર ચતુર્વિધ સંઘના માટે આરાધનાનું અનિવાર્ય અંગ હોવાથી ભગવાન મહાવીરના નિર્વાણ પછી અનેક પૂર્વાચાર્યોએ તેના પર નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા તેમજ વિવિધ વિવેચનો લખીને તેના સારગર્ભિત તત્ત્વોના રહસ્યોને ઉદ્દઘાટિત કરવાના પ્રયત્નો કર્યા છે. આ રીતે આવશ્યક સૂત્રમાં વિવિધ વિદ્વાન આચાર્યોની વિચારધારાથી ઘણા સુધારા-વધારા થયા છે.
આગમ પ્રકાશનની શ્રેણીમાં અમે શ્રી આવશ્યક સૂત્રના સંપાદન કાર્યનો પ્રારંભ કર્યો. પૂર્વ પ્રકાશિત પ્રતોનું અવલોકન કર્યું. ભિન્ન ભિન્ન પ્રતોમાં સૂત્રપાઠના ક્રમમાં વિવિધતા જોતાં મન મુંઝવણ અનુભવવા લાગ્યું. તેમ છતાં ગુરુકૃપાના પ્રકાશ સાથે કાર્યક્ષેત્રમાં પ્રવેશ કર્યો. પ્રચલિત પરંપરા ખંડિત ન કરવી અને આગમની મૌલિકતા જાળવી રાખવી તે સંપાદકોની ફરજને લક્ષમાં રાખીને અમે કાર્યશીલ બન્યા. સહુ પ્રથમ સૂત્રપાઠનું સંકલન કેમ કરવું? તે મહત્વની વાત હતી.
મૂળ આવશ્યકસૂત્રના સૂત્રપાઠ અને પ્રચલિત પરંપરાનુસાર પ્રતિક્રમણ સૂત્રના પાઠ, આ બંને જો વાંચકો સમક્ષ પ્રગટ થાય તો જ આગમની પ્રાચીનતા અને વર્તમાનકાલીન પરંપરાનો તુલનાત્મક વિચારણા કરી, તેનો સમન્વય કરી શકાય તેમ વિચારીને સૂત્રપાઠનું સંકલન કર્યું છે. પ્રસ્તુત આવશ્યક સૂત્રમાં મૂળ આવશ્યકાનુસારી સૂત્રપાઠની સંકલના :આવશ્યક સૂત્રમાં છે અધ્યયનો છ આવશ્યક રૂપે પ્રસિદ્ધ છે. તેમાં નિર્યુક્તિના સમયથી સર્વ પ્રથમ આદિ મંગલ રૂપે પંચ પદાત્મક નમસ્કાર મહામંત્રનો પાઠ છે, ત્યાર પછી પ્રથમ સામાયિક આવશ્યકમાં કરેમિ ભંતે', બીજા ચતુર્વિશતિસ્તવ આવશ્યકમાં