________________
Th( 5.
પ્રભુના પરમાણુઓ એકઠા કરી હૈયામાં હિંમત-ઉત્સાહ-વીર્ષોલ્લાસ ભરાય જાય તેવા ભર્યા ભાદર્યા ભાવથી વક્ષ:સ્થળના ભાગને ઢાંકવાના કવચની રચના કરીએ છીએ, માટે આ ભાગનું નામ વંદના અંકિત કરેલું છે. (૪) કવચનો ચોથો ભાગ નાભિ કમ્મરનો - આ વિભાગમાં અમે ઊંડાણમાંથી ઉચ્ચારેલા, શ્રુતજ્ઞાનનો સ્વાધ્યાય કરતાં, જ્ઞાન ભણાવતાં, બીજાને અજ્ઞાન અંધકારના દોષો અને દુષ્કૃત્યોમાંથી પાછા ફેરવી સુકૃત્યોમાં સ્થાપી પ્રકાશ ભણી લઈ જતાં, દેશવિરતિ-સર્વવિરતિના સ્વાંગ સજાવતા, અસ્થિરને સ્થિર કરતાં, પાપથી પાછા વાળતા, સમ્બોધનો ઉપદેશ આપતા, સંયમ-તપમાં સ્થાપી લાગેલા દોષોની નિર્જરા કરાવતા, વ્રતધારીઓને અતિચારરૂપી છિદ્રને ઢાંકવાનો માર્ગ દર્શાવતા, ગુરુભગવંતો ખુદ પચીસ ભાવનાથી ભીંજાતા, સમિતિપૂર્વક ચાલતા, ગુપ્તિથી ગુપ્ત, બ્રહ્મચારી બની બ્રહ્મચર્યમાં રમતા મૈત્રીઆદિ સોળ ભાવનાથી ભવ્યજીવોને ભાવિત કરતા, મહામાનવ મહાત્માના પરમાણુઓ પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં પીગળીને પવિત્ર બનેલા હોય છે, તેને અહોભાવથી ગ્રહણ કરીને અમે આ કવચના ભાગને સુચારૂ બનાવીએ છીએ માટે આ ભાગનું નામ રાખ્યું છે પ્રતિક્રમણ. (૫) કવચનો પાંચમો ભાગ ચરણોને ઢાંકવાનો – ઓરસ ચોરસ આ ભાગની સામગ્રી લેવા માટે પહાડોની કંદરા, ગુફામાં અમે જઈએ છીએ. અડોલ આસને સ્થિત થયેલા અરિહંતાદિ મહાત્માઓ, ઋષિ, મહર્ષિઓ, જેમનામાં ખળભળાટ નથી, આત્માને મિત્ર બનાવી એકાકી વિચારી રહ્યા છે. હિંસક પશુઓને અહિંસક બનાવતા, અભયભાવની ભાવનામાં જોડતાં, કાયાની માયા, જડની જુદાઈ કરી, આત્માના ઐશ્વર્યને માણતા, કોઈ ખડગાસને, કોઈ વીરાસને, કોઈ સૂર્યની સામે નેત્ર રાખીને સ્થિરાસને ઉભા રહેતા-બેસતા, તપ-સંયમથી આત્માને ભાવિત કરતાં, કાયોત્સર્ગમાં ઉપસર્ગો-પરિષહોને જીતતાં નિપુંગવોના પવિત્ર પરમાણુ અમે પ્રહલાદભાવે અમોદિત થઈને ગ્રહણ કરીએ છીએ જે પરમાણુ ત્રણ ચિકિત્સામાં ઉપયોગી છે. તે ઘા રુઝાવવાનું કામ કરે છે. સ્નાયુતંત્રને વ્યવસ્થિત રાખે છે. એસીડને સાકરમાં પરિવર્તિત કરે છે, પિત્તના પ્રકોપને શાંત કરે છે, લોહીમાં પ્રાણવાયુનો સંચાર કરી તાજગી આપે છે માટે આ પરમાણુ પિંડ એકત્રિત કરીને ચરણોમાં અક્ષયસુખના ભંડારામાં સ્થિત થઈ જાય, સદાચરણ આચરે માટે આ કવચના ભાગનું નામ રાખ્યું છે કાયોત્સર્ગ. (૬) કવચનો છઠ્ઠો ભાગ બાંધવાની દોરી :- અઢાર પાપસ્થાનકમાંથી નીકળી, સર્વવિરતના માર્ગે જઈ રહેલા, વૈરાગી આત્માઓ, અપ્રમત્તદશામાં ઝુલતા યોગીઓ, કામ ભોગમાં જતાં મનને પાછું વાળી નિર્મળ બનેલી વૃત્તિવાળા સાધકો સાધનામાં પાછી ભૂલ ન થાય તેવી અડોલવૃત્તિને ધારણ કરનારા ત્યાગી મહાત્માઓ ક્ષપકશ્રેણીએ ચડી
(0)
39