________________
| પરિશિષ્ટ-૫
થી
[ ૨૪૧ ]
એમ સમકિતપૂર્વક બાર વ્રત સંલેખણા સહિત નવાણું અતિચાર, તેને વિષે જ કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી સેવ્યાં હોય, સેવરાવ્યા હોય, સેવતાં પ્રત્યે અનુમોદના કરી હોય તો; અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-૧૯: અઢાર પાપસ્થાનક સૂત્ર:
અઢાર પ્રકારના પાપસ્થાનક સંબંધી પાપ દોષ લાગ્યા હોય તે આલોઉં–
(૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) મૈથુન, (૫) પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પશુન્ય, (૧૫) પર–પરિવાદ, (૧૬) રઈ–અરઈ, (૧૭) માયા મોસો, (૧૮) મિચ્છા દંસણ સલ્લ.
એ અઢાર પ્રકારનાં પાપ સ્થાનક મારા જીવે(તમારા જીવે) સેવ્યા હોય, સેવરાવ્યા હોય, સેવતા પ્રત્યે અનુમોદના કરી હોય, તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-૨૦: પચ્ચીસ પ્રકારનાં મિથ્યાત્વ:
પચ્ચીસ પ્રકારનાં મિથ્યાત્વ સંબંધી પાપદોષ લાગ્યા હોય તે આલોઉં–
(૧) અભિગ્રહિક મિથ્યાત્વ, (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ, (૩) અભિનિવેશિક મિથ્યાત્વ, (૪) સાંશયિક મિથ્યાત્વ, (૫) અણાભોગ મિથ્યાત્વ, (૬) લૌકિક મિથ્યાત્વ, (૭) લોકોત્તર મિથ્યાત્વ, (૮) કુઝાવચન મિથ્યાત્વ, (૯) જીવને અજીવ શ્રદ્ધે તે મિથ્યાત્વ, (૧૦) અજીવને જીવ શ્રદ્ધે તે મિથ્યાત્વ, (૧૧) સાધુને કુસાધુ શ્રદ્ધે તે મિથ્યાત્વ, (૧૨) કુસાધુને સાધુ શ્રદ્ધે તે મિથ્યાત્વ, (૧૩) આઠ કર્મથી મુકાણા તેને નથી મુકાણા શ્રદ્ધે તે મિથ્યાત્વ, (૧૪) આઠ કર્મથી નથી મુકાણા તેને મુકાણા શ્રદ્ધે તે મિથ્યાત્વ, (૧૫) ધર્મને અધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વ, (૧૬) અધર્મને ધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વ, (૧૭) જિન માર્ગને અન્ય માર્ગ શ્રદ્ધ તે મિથ્યાત્વ, (૧૮) અન્ય માર્ગને જિન માર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ, (૧૯) જિન માર્ગથી ઓછું પ્રરૂપે તે મિથ્યાત્વ (૨૦) જિન માર્ગથી અધિક પ્રરૂપે તે મિથ્યાત્વ, (૨૧) જિન માર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ, (૨૨) અવિનય મિથ્યાત્વ, (૨૩) અકિરિયા મિથ્યાત્વ, (૨૪) અજ્ઞાન મિથ્યાત્વ, (૨૫) આશાતના મિથ્યાત્વ.
એ પચીસ પ્રકારનું મિથ્યાત્વ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતા પ્રતિ અનુમોદના કરી હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-ર૧ઃ ચૌદ પ્રકારના સંમૂર્છાિમ જીવઃ
ચૌદ પ્રકારના સંમૂર્છાિમ મનુષ્ય સંબંધી પાપદોષ લાગ્યા હોય તે આલોઉં– (૧) ઉચ્ચારેસુ વા, (૨) પાસવર્ણસુ વા, (૩) ખેલેસુ વા, (૪) સિંઘાણેસુ વા, (૫) વતેસુ વા, (૬) પિત્તસુ વા, (૭) પૂએસુ વા, (૮) સોણિએસુ વા, (૯) સુક્કસુ વા, (૧૦) સુક્કપુગ્ગલપરિસાડેસુ વા, (૧૧) વિગય જીવ કલેવરેસુ વા, (૧૨) ઈન્થી પુરિસ સંજોગેસુ વા, (૧૩) નગર નિદ્ધમણેસુ વા, (૧૪) સવ્વસુ ચેવ અસુઈટ્ટાસુ વા. એ ચૌદ પ્રકારના સંમૂર્છાિમ મનુષ્યની વિરાધના કરી હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડમ્.
ત્યારપછી ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, નવકાર મંત્ર અને કરેમિ ભંતેના પાઠ બોલવા. પાઠ-રરઃ માંગલિક સૂત્રઃ
ચત્તારિ મંગલ, અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહુ મંગલં, કેવલિ પર્ણો , ધમ્મો મંગલ, ચત્તારિ