________________
પરિશિષ્ટ-ર
૨૧૯ ]
જ પૂર્વાચાર્યોએ કહ્યું છે કે
तिव्वतवं तवमाणे जंन वि निट्टवइ जम्मकोडीहिं ।
तं समभाविअ चित्तो खवेइ कम्म खणखेण ॥ કરોડો જન્મો સુધી નિરંતર ઉગ્ર તપ કરનાર તપસ્વી જે કર્મોને નષ્ટ કરી શકતા નથી, તે કર્મોને સમભાવપૂર્વક સામાયિક કરનાર સાધક માત્ર અડધી ક્ષણમાં જ નષ્ટ કરી નાખે છે. આ રીતે સામાયિકની સાધના સાધકના શરીરને સ્વસ્થ, મનને શાંત અને આત્માને ઉજ્જવળ બનાવે છે. સમભાવ રૂ૫ આત્મપરિણામ જ સાધકની સાધનાનું સર્વસ્વ છે. સામાયિકથી થતાં લાભ :- (૧) સામાયિકના કાળ દરમ્યાન સર્વ સાવધયોગના પચ્ચકખાણ થઈ જવાથી સાધકને સમગ્ર લોકના અઢારે પાપસ્થાન સંબંધી આવતી રાવી અટકી જાય છે. (૨) સામાયિક સંવરની સાધના હોવાથી આત્મગુણોનો વિકાસ થાય છે. (૩) આઠે કર્મોના અશુભ બંધ અટકી જાય છે અને શુભ કર્મનો બંધ થાય છે. (૪) મૈત્રી આદિ ચારે ભાવનાની પુષ્ટિ થાય છે. (૫) શારીરિક અને માનસિક શાંતિ મળે છે. (૬) સામાયિકમાં બાર પ્રકારના તપની આરાધના થાય છે.
કોઈ પણ ભૌતિક પદાર્થોથી જેનું મૂલ્ય આંકી ન શકાય તેવી અમૂલ્ય સાધના સામાયિક છે. તેમ છતાં સામાન્ય મનુષ્યને સામાયિકનું મૂલ્ય સમજાય, તે માટે શાસ્ત્રોમાં વિવિધ પ્રકારે તેના મૂલ્યનું કથન કર્યું છે. પુણ્ય કુલક નામના ગ્રંથમાં કહ્યું છે કે એક શુદ્ધ સામાયિક કરનાર ૯૨,૫૯,૨૫,૨૫ (બાણ કરોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવસો પચ્ચીસ) પલ્યોપમનું દેવાયુષ્ય બાંધે છે, તે જીવ નરકાદિ અશુભ ગતિના નદાવા કરે છે, તેથી ભગવાન મહાવીર સ્વામીએ શ્રેણિક રાજાને નરકગતિ નિવારણ માટે ચાર ઉપાયોનું કથન કર્યું, તેમાં એક પુણિયા શ્રાવકની સામાયિકનું ફળ લાવવાનું કહ્યું હતું. તેનાથી સ્પષ્ટ થાય છે કે સામાયિકની આરાધના નરક ગતિના બંધને અટકાવે છે. સંક્ષેપમાં સામાયિકની સાધનાથી આશ્રવ નિરોધ રૂપ સંવર, પૂર્વકૃત કર્મોની નિર્જરા અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સામાયિકમાં છ આવશ્યકનો સમાવેશ– સાધનાના ક્ષેત્રમાં સામાયિક, તે સર્વ શ્રેષ્ઠ સાધના છે, તેમાં સર્વ સાધનાના અંગભૂત છ એ આવશ્યકનો સમાવેશ થાય છે. છ આવશ્યક – જૈન દર્શનમાં ધાર્મિક ક્રિયાઓમાં છ આવશ્યક મુખ્ય માનવામાં આવ્યા છે. આવશ્યકનો અર્થ છે– પ્રતિદિન અવશ્ય કરવા યોગ્ય આત્મવિશુદ્ધિ કરનારા ધાર્મિક અનુષ્ઠાનો. તે છ આવશ્યક આ પ્રમાણે છે– (૧) સામાયિક- સમભાવ, (૨) ચતુર્વિશતિસ્તવ- ચોવીસ તીર્થકર ભગવાનની સ્તુતિ, (૩) વંદન- ગુરુદેવને નમસ્કાર, (૪) પ્રતિક્રમણ–પાપાચરણથી દૂર થવું, (૫) કાયોત્સર્ગ– શરીરના મમત્વનો ત્યાગ કરી ધ્યાન કરવું, (૬) પ્રત્યાખ્યાન- તપ-ત્યાગ નિયમ ધારણ કરવા.
ઉક્ત છ એ છ આવશ્યકોનું પૂર્ણરૂપે આચરણ તો પ્રતિક્રમણ વખતે થાય છે પરંતુ સર્વપ્રથમ સામાયિક આવશ્યકમાં પણ બાકીના પાંચ આવશ્યકો સમાવિષ્ટ છે, તે આ પ્રમાણે છે– (૧) મિ સામાફકૅ માં સામાયિક આવશ્યક, (૨)અંતે માં ચતુર્વિશતિસ્તવ, (૩)
ત ખતે માં ગુરુવંદના, (૪) પડિમાનમાં પ્રતિક્રમણ, (૫) અખા વોસિરામિ માં કાયોત્સર્ગ, (૬) સન્ન નો પવન માં પ્રત્યાખ્યાન આવશ્યકની ઝાંખી થાય છે. આ રીતે એક સામાયિકની સમ્યક પ્રકારની આરાધના દ્વારા પણ છ એ છ આવશ્યકોનું આચરણ કરીને જીવ પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે.