________________
૧૫૬ ]
શ્રી આવશ્યક સૂત્ર
ભાવાર્થ :- અરિહંત ભગવાનને નમસ્કાર હો. (શ્રી અરિહંત ભગવાન કેવા છે?) તેઓ શ્રી
ધર્મની આદિ કરનારા, ધર્મતીર્થની સ્થાપના કરનારા, સ્વયં સંબુદ્ધ-સ્વયં સમ્યક પ્રકારે પ્રબુદ્ધ થયેલા, સર્વ પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં પુંડરીક કમળ સમાન પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન છે.
તેઓ લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકના હિતકર્તા, લોકમાંદીપક સમાન, લોકમાં ઉદ્યોત કરનારા, અભયના દાતા, જ્ઞાનરૂપી નેત્રના દાતા, ધર્મ(અથવા મોક્ષ) માર્ગના દાતા, શરણ દાતા, સંયમ જીવનના દાતા, સમ્યકત્વ-બોધિ બીજના દાતા, ધર્મના દાતા, ધર્મના ઉપદેશક, ધર્મના નેતા તથા ધર્મ રથના સારથિ-સંચાલક છે.
ચાર ગતિનો અંત કરનાર શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી છે. સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોને દ્વીપ સમાન આધારભૂત છે, ત્રાણ રૂપ છે, શરણરૂપ છે, સુસ્થિતિ પ્રાપ્ત કરાવનારા છે, અપ્રતિહત અને શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનના ધારક છે, છદ્મસ્થપણાથી રહિત અર્થાત્ જ્ઞાનાવરણીય આદિ ઘાતિકર્મ અથવા પ્રમાદથી રહિત છે.
સ્વયં રાગદ્વેષને જીતનારા અને અન્યને જીતાડનારા છે, સ્વયં સંસાર સાગરને તરી ગયેલા અને અન્યને તારનારા છે, સ્વયં બોધ પામેલા છે, અન્ય જીવોને બોધ પમાડનારા છે; સ્વયં કર્મથી મુક્ત છે અને અન્ય જીવોને પણ મુક્તિ પમાડનારા છે. | સર્વજ્ઞ છે, સર્વદર્શી છે તથા કલ્યાણરૂપ(ઉપદ્રવરહિત) અચળ, સ્થિર, રોગ રહિત, અંત રહિત-અનંત, ક્ષયરહિત-અક્ષય, બાધા-પીડા રહિત, પુનરાગમન રહિત-જન્મ મરણથી રહિત, એવી સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા, ભયને જીતનારા, રાગ-દ્વેષને જિતનારા જિનેશ્વરોને નમસ્કાર હો. વિવેચનઃ
આ સ્તુતિપાઠ શ્રી આવશ્યક સૂત્રનું અંતિમ મંગલ છે. સૂત્રકારે નમસ્કાર મહામંત્રથી આદિ મંગલ, ચતુર્વિશતિ સ્તવ-લોગસ્સ સૂત્રથી મધ્ય મંગલ અને પ્રસ્તુત નમોન્યુર્ણ સૂત્રથી શાસ્ત્રનું અંતિમ મંગલ કર્યું છે. આ રીતે આ શાસ્ત્રના આદિ, મધ્ય અને અંત, એમ ત્રણે સ્થાને સૂત્રકારે મંગલાચરણ દ્વારા ભક્તિ પ્રવાહને પ્રવાહિત કર્યો છે.
નમોલ્યુર્ણમાં તીર્થકર ભગવાનની ગુણ સ્તુતિ છે. તીર્થકર ભગવાન રાગદ્વેષ ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી સમભાવ સ્વરૂપ આત્મ સમાધિના સર્વોચ્ચ શિખરને પામેલા મહાપુરુષ છે, તેથી તેમની
સ્તુતિ, આત્મસાધનાની સફળતા માટે સાધકને અધિકાધિક આત્મશક્તિ અર્પે છે, અધ્યાત્મ ભાવનામાં કે આત્મ બળમાં વૃદ્ધિ કરે છે. આ સૂત્રનો પ્રત્યેક શબ્દ પ્રભુના ગુણોને પ્રગટ કરે છે. અમોઘુi – ‘નમોન્થ” આ એક મહાન પ્રભાવશાળી સ્તોત્ર છે, બીજા સાધારણ સ્તુતિપાઠો કરતાં તેની વિશેષતા છે. ધર્મનો કે સ્તુતિનો પ્રારંભ નમસ્કારથી થાય છે, તેથી જ સૂત્રકારે ખોલ્યુi નમસ્કાર હો. શબ્દથી સ્તુતિનો પ્રારંભ કર્યો છે.
હિતા :- રાગ-દ્વેષ રૂપ અંતરંગ શત્રુઓનો કે ચાર ઘાતિ કર્મોનો સંપૂર્ણ નાશ કરીને, પોતાના આત્મસામર્થ્ય રૂપ યોગ્યતા તથા કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમકિત અને અનંત આત્મિક શક્તિ