________________
આવશ્યક-૫
થી
૧૩૧ |
પ્રયોજનની સ્પષ્ટતા થવાથી તેની સાધકનો ઉત્સાહ આરાધનામાં વધે છે. કાયોત્સર્ગનું પ્રયોજન સર્વ પાપકર્મોનો નાશ કરવાનું તે જ છે. પ્રયોજન સિદ્ધિ માટે સૂત્રકાર ચાર કરણનું કથન કરે છે. તસ ૩ત્તરી - તેનું ઉત્તરકરણ અર્થાત્ ઉત્તર ક્રિયા દ્વારા વિશેષ શુદ્ધિ કરવા માટે. આવશ્યક નિર્યુક્તિમાં ઉત્તરીકરણનો અર્થ આ પ્રમાણે સમજાવ્યો છે–
खंडिय विराहियाणं, मूलगुणाणं सउत्तरगुणाणं ।
उत्तरकरण कीरइ, जह सगड रहग गेहाणं ॥१५०७॥ જેમ ગાડું, પૈડું અને ધરી તૂટી જતા તેનું પુનઃ સંસ્કરણ-સમારકામ કરવામાં આવે છે, તેમ મૂલગુણ અને ઉત્તરગુણોની ખંડના કે વિરાધના થઈ હોય, તેનું પુનઃ સંસ્કરણ કરવું, શુદ્ધિ કરવી, તેને ઉત્તરકરણ કહે છે. આલોચના અને પ્રતિક્રમણ દ્વારા કંઈક શુદ્ધ થયેલા આત્માની વિશેષ શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરવાનો છે. અહીં તત્સ શબ્દ પાપથી પાછા ફરેલા પોતાના આત્મા માટે પ્રયુક્ત થયો છે.
કોઈ પણ પદાર્થને શુદ્ધ બનાવવા તેમાં ત્રણ પ્રકારના સંસ્કાર કરવા પડે છે. (૧) દોષમાર્જન સંસ્કાર (૨) હીનાંગ પૂર્તિ સંસ્કાર (૩) અતિશયધાયક સંસ્કાર. જેમ મલિન વસ્ત્રને સાફ કરવા માટે ધોબી તે વસ્ત્રોને ઉકળતા પાણીમાં સાબુ-સોડા નાખી ભટ્ટી પર ચઢાવી તેના મેલને અલગ કરે છે. તે દોષ માર્જન સંસ્કાર છે. ત્યાર પછી તે વસ્ત્રને સ્વચ્છ પાણીથી સાફ કરી તડકામાં સૂકવે, તે હીનાગપૂર્તિ સંસ્કાર છે અને સ્વચ્છ થયેલા વસ્ત્ર પર વિશેષ ચમક લાવવા ઇસ્ત્રી કરે, તે અતિશયધાયક સંસ્કાર છે.
તે જ રીતે આત્મ શુદ્ધિ માટે પણ આત્માને ત્રણ સંસ્કારથી સંસ્કારિત કરવો પડે છે. સહુ પ્રથમ આલોચના અને પ્રતિક્રમણ દ્વારા દોષોનું માર્જન-શુદ્ધિકરણ થાય, તે દોષમાર્જન સંસ્કાર છે. ત્યાર પછી શેષ રહેલા દોષોની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરવો, તે હીનાંગપૂર્તિ સંસ્કાર છે અને અંતે વિશુદ્ધ થયેલા આત્માને વિશેષ સંસ્કારિત કરવા પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરવો, તે અતિશયધાયક સંસ્કાર છે. ચોથા પ્રતિક્રમણ આવશ્યકની પ્રક્રિયા દોષમાર્જન રૂપ, પાંચમા આવશ્યકમાં કાયોત્સર્ગની સાધના હીનાંગપૂર્તિરૂપ અને છઠ્ઠો પ્રત્યાખ્યાન આવશ્યક અતિશયધાયક સંસ્કાર રૂપ છે.
(૧) ઉત્તર ક્રિયા શબ્દપ્રયોગ પછીની ક્રિયા માટે પ્રયુક્ત થાય છે. કાયોત્સર્ગની આરાધના પ્રતિક્રમણ પછી થતી હોવાથી તે પ્રતિક્રમણની ઉત્તરક્રિયા કહેવાય છે. (૨) ઉત્તર-ઉત્તમ, ઉન્નત. જે ક્રિયા દ્વારા આત્મા ઉન્નત બને, ઉચ્ચ અવસ્થાને પામે, તે ઉત્તર ક્રિયા છે. કાયોત્સર્ગ આત્મવિશુદ્ધિનું ઉત્તમ સાધન હોવાથી તે ઉત્તર ક્રિયા કહેવાય છે. પરિઝર ઝરણું- પ્રાયશ્ચિત્ત ૩૫ કરણ વડે. પર્વત પાપનો સ્વીકાર કરીને તેનો પશ્ચાત્તાપ કરવો. જેના દ્વારા જીવની અધિકાધિક શુદ્ધિ થાય, તે પ્રાયશ્ચિત્ત છે અથવા પાપનું છેદન કરે, તે પ્રાયશ્ચિત્ત.
શ્રી ઠાણાંગ સૂત્રમાં દશ પ્રકારના પ્રાયશ્ચિતનું કથન છે, યથા– આલોચના, પ્રતિક્રમણ, તભય, વિવેક, વ્યત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન. તેમાં વ્યુત્સર્ગ-કાયોત્સર્ગ એક પ્રાયશ્ચિત્તની પ્રક્રિયા છે. પ્રતિક્રમણમાં મુખ્ય બે પ્રકારના કાયોત્સર્ગ હોય છે. (૧) અતિચાર ચિંતન રૂપ (૨) તપ ચિંતન અથવા ક્ષમાપના ચિંતન રૂ૫. પ્રતિક્રમણના પ્રારંભના કાયોત્સર્ગમાં દિવસ સંબંધી અતિચારોનું ચિંતન કરે છે. ફેવસિયં ૨ પ્રારંવિત્તિન્ના અજુપુષ્યસો... ઉત્તરા. ૨૬/૪૦.
કાયોત્સર્ગમાં અતિચાર–દોષોનું ચિંતન કરીને, તે દોષનો દોષ રૂપે સ્વીકાર કરીને તેનો પશ્ચાતાપ કરે છે. પશ્ચાતાપથી તે પાપનો નાશ થાય છે.