________________
૧૧૨ |
શ્રી આવશ્યક સૂત્ર
શબ્દાર્થ –ાનો - નમસ્કાર હોજો, વાવસાર - ચોવીસ, રિન્જયરાખે – તીર્થકરોને, ૩૬ - ઋષભ દેવથી પ્રારંભ કરીને, મiાવીર – મહાવીર સ્વામી, પwવાળા- પર્યતના. ભાવાર્થ :- ભગવાન ઋષભદેવથી લઈને ભગવાન મહાવીર સ્વામી પર્વતના ચોવીસ તીર્થંકર દેવોને નમસ્કાર કરું છું અને તેમની સેવા ભક્તિ કરું છું. વિવેચન :
પાંચમું શ્રમણ સૂત્ર પ્રતિજ્ઞાસૂત્ર છે. પ્રતિક્રમણ આવશ્યકમાં વિવિધ દોષોની આલોચના અને પ્રતિક્રમણ કર્યા પછી સાધક નિગ્રંથ પ્રવચનની મહત્તા, નિગ્રંથ પ્રવચન પ્રતિ અતૂટ શ્રદ્ધા અને વિરાધનાથી નિવૃત્ત થઈને આરાધનામાં પ્રવૃત્ત થવા રૂપ આઠ બોલનો સંકલ્પ કરે છે.
તેના પ્રારંભમાં વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થકરોને નમસ્કાર કરે છે. નમો વડેવલી...... સામાન્ય રીતે વ્યક્તિને જે વસ્તુની પ્રાપ્તિ કરવી હોય, તેનું અને તેના ઉપાસકોનું તે વારંવાર સ્મરણ કરે, તેનું શરણ અને સમર્પણ સ્વીકારે છે, જેમ ધનના ઈચ્છુકો ધનવાનોનું, વિદ્યાર્થીઓ વિદ્વાનોનું, રોગી ડોક્ટરોનું સ્મરણ કરે, તેનું શરણ અને સમર્પણ સ્વીકારે છે. તે જ રીતે આત્મવિશુદ્ધિની સાધના કરતાં સાધકો પૂર્ણ વિશુદ્ધિને પ્રાપ્ત થયેલા તીર્થકરોનું સ્મરણ કરે, તેનું શરણ સ્વીકારીને તેમના ચરણોમાં જીવન સમર્પિત કરે છે.
ભરત અને ઐરાવત ક્ષેત્રમાં એક અવસર્પિણી કાલના છ આરામાં ૨૪ તીર્થકરો થાય, તે રીતે ઉત્સર્પિણી કાલના છ આરામાં પણ ૨૪ તીર્થકરો થયા છે. આ રીતે અનંત કાલ ચક્રમાં, અનંત ઉત્સર્પિણીઅવસર્પિણીમાં અનંત ચોવીસીઓ-અનંત ચોવીસ-ચોવીસ તીર્થંકરો થઈ ગયા છે. પ્રસ્તુતમાં આપણા ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણી કાલમાં થયેલા આપણા આસન્ન ઉપકારી ૨૪ તીર્થકરોનું નામસ્મરણ છે.
- તેમાં આદિ-પ્રથમ તીર્થકર ઋષભદેવ સ્વામી અને ચોવીસમા વીર વર્ધમાન મહાવીર સ્વામી છે ૨૪ તીર્થકરના નામનું કથન ચતુર્વિશતિ સ્તવ લોગસ્સ સુત્રમાં છે, અહીં પ્રથમ અને અંતિમ તીર્થકરના નામનું કથન કર્યું છે. તેમાં મધ્યના બાવીસ તીર્થંકરનું ગ્રહણ થઈ જાય છે.
આ ૨૪ તીર્થકરોને નમસ્કાર કરીને તેમની પર્યાપાસના-સેવા ભક્તિ કરું છું. નિગ્રંથ પ્રવચનની મહત્તા :| २ इणमेव णिग्गंथं पावयणं सच्चं अणुतरं केवलियं पडिपुण्णं णेआउयं संसुद्धं सल्लकत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं णिज्जाणमग्गं णिव्वाणमग्गं अवितहमविसंधि सव्वदुक्खप्पहीणमग्गं । શબ્દાર્થ - રુમેવ - આ જ વુિં – નિગ્રંથ, પાવM - પ્રવચન, સર્વ – સત્ય છે, પુતરં– સર્વોત્તમ છે, વસિય – સર્વજ્ઞ–પ્રરૂપિત અથવા અદ્વિતીય છે, હિપુ0 – પ્રતિપૂર્ણ છે, નેસડયં – ન્યાયયુક્ત છે, મોક્ષમાં લઈ જનાર છે, સંતુ- પૂર્ણ શુદ્ધ છે, સત્ત – શલ્યો ને, ઝરખ - કાપનાર છે, સિદ્ધિના – સિદ્ધિનો માર્ગ છે, ઉત્તમ – મુક્તિનો માર્ગ છે, ગળામાં - સંસારમાંથી નીકળવાનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, વિજ્ઞાનનાં – નિર્વાણનો માર્ગ છે, પરમ શાંતિનું કારણ છે,