________________
આવશ્યક-૪
૮૯ ]
અથવા કોઈ શિખા પણ રાખે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે કે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ દશ મહિનાનો છે. (૧૧) શ્રમણ ભત પ્રતિમા :- પૂર્વોકત બધા નિયમોનું પાલન કરતા શ્રાવક આ પ્રતિમામાં લગભગ શ્રમણ અથવા સાધુ જેવા બની જાય છે. તેની બધી ક્રિયાઓ શ્રમણ જેવી યતના અને જાગૃતિપૂર્વકની હોય છે. તે સાધુ જેવો વેશ ધારણ કરે છે, સાધુની જેવા જ પાત્રા, ઉપકરણ વગેરે રાખે છે, અસ્ત્રાથી માથાનું મુંડન કરાવે છે, જો સહનશીલતા અથવા શક્તિ હોય તો લોચ પણ કરે છે. સાધુની જેમ તે ભિક્ષાચર્યાથી જીવનનિર્વાહ કરે છે પરંતુ અંતર એ છે કે સાધુ દરેકના ઘરે ભિક્ષા માટે જાય છે અને તે શ્રાવક પોતાના સ્વજનો-જ્ઞાતિજનોના ઘેર જાય છે કારણકે સ્વજનો સાથે તેનો રાગાત્મક સંબંધનો સંપૂર્ણ વિચ્છેદ થયો નથી. તેની આરાધનાનો કાળ જઘન્ય એક, બે કે ત્રણ દિવસ ઉત્કૃષ્ટ કાળ અગિયાર મહિનાનો છે. આ પ્રતિમાના આરાધક, શ્રમણની ભૂમિકામાં તો નથી પરંતુ પ્રાયઃ શ્રમણ જેવા હોય છે, તેથી તેને શ્રમણભૂત પ્રતિમા કહે છે.
સાધુએ ઉપાસક પ્રતિમાનું પાલન કરવાનું નથી પરંતુ તત્સંબંધી અશ્રદ્ધા કે વિપરીત પ્રરૂપણાથી કોઈ પાપદોષનું સેવન થયું હોય, તો તેનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. બાર ભિક્ષુ પ્રતિમા - २३ बारसहिं भिक्खुपडिमाहिं । ભાવાર્થ-બાર ભિક્ષુ પ્રતિમાનું યથાર્થ પાલન ન થયું હોય, તો તત્સંબંધી દોષોનું પ્રતિક્રમણ કરું છું. વિવેચનઃ
સાધુને ધારણ કરવા યોગ્ય વિશિષ્ટ અભિગ્રહને ભિક્ષ પ્રતિમા કહે છે. તેના બાર પ્રકાર છે. તેમાં સાત પ્રતિમા દત્તિના આધારે છે. દરિ–સાધુના પાત્રમાં દાતા એક અખંડ ધારાએ જે આહાર અને પાણી આપે, તે એક દત્તિ કહેવાય છે. (૧) પ્રથમ પ્રતિમા– આ પ્રતિમાધારી સાધુને એક દત્તિ અન્નની અને એક દત્તિ પાણીની લેવી કહ્યું છે. તેનો સમય એક મહિનાનો છે. ૨ થી ૭ પ્રતિમા :- તેમાં ક્રમશઃ એક-એક દત્તિ વધે છે અર્થાતુ બીજી પ્રતિમામાં બે દત્તિ આહાર અને બે દત્તિ પાણી, આ રીતે ક્રમશઃ વધતા સાતમી પ્રતિમામાં સાત દત્તી આહાર અને સાત દત્તી પાણી લેવું કહ્યું છે. આ પ્રત્યેક પ્રતિમાનો સમય એક માસનો છે માત્ર દત્તિઓની વૃદ્ધિના કારણે તથા બીજા, ત્રીજા આદિ માસમાં આ પ્રતિમાઓ વહન કરાતી હોવાથી ક્રમશઃ દ્વિમાસિકી(બીજા માસની) ત્રિમાસિકી, ચતુર્માસિકી, પંચ માસિકી, ષષ્ઠમાસિકી યાવત્ સપ્ત માસિક(સાતમા માસની) પ્રતિમા કહેવાય છે.
આઠમી પ્રતિમા– આ પ્રતિમા સાત દિવસ રાતની હોય છે. તેમા એકાંતર ચૌવિહારા ઉપવાસ કરવાના હોય છે. ગામની બહાર ઉત્તાનાસન અર્થાત્ આકાશ તરફ મુખ કરી સીધું સુવું, પાર્ષાસન- એક પડખે સુવું અથવા નિષદ્યાસન- પલાંઠી વાળીને બેસવું. આ પ્રતિમાના ધારક સાધુ ઉપરોક્ત કોઈ પણ આસને સુતા કે બેસતા ધ્યાનમાં લીન રહે છે. ઉપસર્ગ આવે તો શાંતચિત્તે સહન કરે છે. નવમી પ્રતિમા :- આ પ્રતિમા પણ સપ્ત રાત્રિ દિવસની હોય છે. તેમાં સાધુ ચૌવિહારા છઠ્ઠના પારણે છઠ્ઠ કરે છે.ગામની બહાર એકાંત દંડાસન, લગુડાસન અથવા ઉત્કકાસનથી ધ્યાન કરે છે.