________________
આવશ્યક-૪
[ ૮૭ ]
પશુઓથી બ્રહ્મચર્યરૂપ આત્મગુણોની રક્ષા માટે છે. સંક્ષેપમાં નવ નિયમોના અપાલનથી, બ્રહ્મચર્યનો નાશ થાય છે અને તેના યથાર્થ પાલનથી બ્રહ્મચર્યની સુરક્ષા થાય છે. દશ શ્રમણધર્મ:| २१ दसविहे समणधम्मे । ભાવાર્થ – દશ પ્રકારના શ્રમણધર્મનું યથાર્થ પાલન ન થયું હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન :
આત્મસાધનામાં નિરંતર શ્રમ કરનારા સર્વવિરત સાધકોને શ્રમણ કહે છે. શ્રમણોને પ્રગટ કરવા યોગ્ય આવશ્યક ગુણોને શ્રમધર્મ કહે છે. તેના દશ પ્રકાર છે– (૧) શાંતિ- ક્રોધને શાંત કરીને ક્ષમાભાવ ધારણ કરવો. (૨) માર્દવ-મૃદુતા, કોમળતા, નમ્રતા, જાતિ, કુલ આદિનો અહંકાર ન કરવો. (૩) આર્જવઋજુતા, સરળતા. માયા કપટ ન કરવું. (૪) મુક્તિ- નિર્લોભતા. લોભ ન કરવો. (૫) તપ- અનશનાદિ બાર પ્રકારના તપની આરાધના કરવી. (૬) સંયમ– હિંસાદિ આશ્રવનો નિરોધ કરવો. (૭) સત્યઅસત્યનો ત્યાગ કરી સત્ય ભાષણ તથા સત્ય-યથાતથ્ય વ્યવહાર કરવો (૮) શૌચ- નિરતિચારપણે, નિર્દોષપણે સંયમનું પાલન કરી પવિત્રતાનો ભાવ કેળવવો. (૯) આચિન્ય- પરિગ્રહ ન રાખવો. (૧૦) બ્રહાચર્ય- બ્રહ્મચર્યનું પાલન કરવું.
દશ પ્રકારના શ્રમણ ધર્મમાં સંયમ, સત્ય, બ્રહ્મચર્ય, અકિંચન્ય, તે મૂળગુણ છે અને ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ અને શૌચ, તે ઉત્તરગુણ છે. આ રીતે મૂળગુણ અને ઉત્તરગુણ રૂ૫ શ્રમણ ધર્મનું યથાર્થ પાલન થયું ન હોય, તો તજ્જન્ય દોષોનું પ્રતિક્રમણ કરવાનું છે. અગિયાર ઉપાસક પ્રતિમા :२२ इक्कारसहिं उवासग-पडिमाहिं । ભાવાર્થ - અગિયાર ઉપાસક પ્રતિમા સંબંધી દોષોનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન -
શ્રાવકોના વિશિષ્ટ અભિગ્રહને ઉપાસક પ્રતિમા કહે છે, તેના ૧૧ ભેદ છે. (૧) દર્શન પ્રતિમા :- પ્રતિમધારી શ્રાવક શ્રતધર્મ અને ચારિત્રધર્મમાં દૃઢ શ્રદ્ધા રાખે છે. મન, વચન, કાયાથી સમજ્યમાં કોઈ પ્રકારના અતિચારનું સેવન કરતા નથી તથા દેવ, રાજા આદિના દબાણથી આગારનું પણ સેવન કરતા નથી. એક મહિના સુધી દૂઢ સમ્યક્તની આરાધના કરે છે. પ્રથમ દર્શન પ્રતિમાની આરાધનાનો સમય એક મહિનાનો છે. (૨) વ્રત પ્રતિમા - વ્રત પ્રતિમામાં દૃઢ સમ્યક્ત સહિત પાંચ અણુવ્રતોનું અને ત્રણ ગુણવ્રતોનું નિરતિચાર પાલન કરે છે. ચાર શિક્ષાવ્રતને પણ ધારણ કરે છે. પરંતુ તેમાં સામાયિક અને દેશાવગાસિકવ્રતનું યથાવિધ સમ્યક પાલન કરી શકતા નથી. તે અનુકંપા વગેરે ગુણોથી યુક્ત હોય છે. આ પડિમાની આરાધનાનો સમય પ્રથમ પ્રતિમાના સમય સહિત બે મહિનાનો છે.