________________
આવશ્યક-૪
|
૭૧
|
કરવા, સ્વાધ્યાય અને પ્રતિલેખનની ક્રિયા ઉપર શ્રદ્ધા ન કરવી, તદ્વિષયક મિથ્યા પ્રરૂપણા કરવી, આ બધા સ્વાધ્યાય અને પ્રતિલેખન સંબંધી અતિચાર દોષ છે. દિવસ દરમ્યાન અતિક્રમ આદિ દોષોનું સેવન થયું હોય, તો મારા તજ્જન્ય દોષો નાશ થાઓ.
પાઠ-૮ઃ ચોથું શ્રમણ સૂત્ર એકવિધ આદિ અતિચારોનું પ્રતિક્રમણ :એકવિધ અસંયમ - | १ पडिक्कमामि एगविहे असंजमे । ભાવાર્થ - એક પ્રકારના અસંયમનું પ્રતિક્રમણ કરું છું, અસંયમથી નિવૃત્ત થાઉં છું વિવેચનઃ
આ સૂત્રમાં એક થી તેત્રીસ બોલમાં સાધુજીવનને સ્પર્શતા વિવિધ આચારોનું નિરૂપણ છે. તે સર્વ બોલ શેય–જાણવા યોગ્ય છે. તે સર્વ બોલને યથાર્થપણે જાણીને તેમાંથી કેટલાક બોલ અતિચાર કે અનાચાર દોષ રૂપ છે, તેને યથાર્થ રીતે જાણીને તેનો ત્યાગ કરવા યોગ્ય છે અને કેટલાક બોલ સાધનાના અંગરૂપ છે, તેને યથાર્થ રીતે જાણીને તેની આરાધના કરવા યોગ્ય છે.
તેમાં અસંયમ નામનો પ્રથમ બોલ સાધક જીવન માટે દોષ રૂપ છે.
અલગ-અસંયમ. સં યમ સમ્યક પ્રકારે વૃત્તિઓનું નિરીક્ષણ કરીને ઇચ્છાઓનું નિયમન કે નિયંત્રણ કરવું, તે સંયમ છે અને (૧) ઇચ્છાઓને અમર્યાદિત રીતે વધવા દેવી, તે અસંયમ છે, (૨) અવિરતિના પરિણામ, તે અસંયમ છે, (૩) ચારિત્ર મોહનીય કર્મના ઉદયજન્ય રાગ-દ્વેષાદિ કષાયના ભાવો, તે અસંયમ છે. આપણા સમસ્ત દુઃખનું કારણ આપણા અસંયમના ભાવો છે. અસંયમના ભાવ જીવને બહિર્મુખ બનાવે, પૌલિક–જડ પદાર્થોનું, ઇન્દ્રિયના વિષયોનું આકર્ષણ કરાવે, તેની પ્રાપ્તિ માટે અને પ્રાપ્ત થયેલ વિષયોના સંરક્ષણ માટે મનને વ્યાકુળ બનાવે, વિષયોના સંયોગ અને વિયોગમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરાવે, આ પ્રકારના બહિર્મુખ ભાવો અનંત કર્મબંધ અને જન્મ-મરણની પરંપરા વધારે છે, આ જન્મ-મરણની પરંપરાને તોડવા માટે સાધના કરતા સાધકો માટે અસંયમના પરિણામો સર્વથા ત્યાજ્ય છે. સાધક અસંયમભાવનો જીવન પર્યત ત્યાગ કરીને સંયમ ભાવનો સ્વીકાર કરે છે. તેમ છતાં છાસ્થ દશામાં ક્યારેક કોઈ પણ નિમિત્તથી અસંયમના ભાવો આવી ગયા હોય, તો તેનું પ્રતિક્રમણ કરવાનું હોય છે.
અસંયમના ભાવો વિવિધ પ્રકારે પ્રગટ થતા હોવાથી અસંયમના અનેક ભેદ-પ્રભેદ થાય છે, સૂ. ૧૭માં સંયમના સત્તર ભેદ કહ્યા છે પરંતુ પ્રસ્તુત સૂત્રમાં સંગ્રહાયની વિવક્ષાથી સર્વ પ્રકારના અસંયમમાં અસંયમ ભાવ સમાન છે. તે સર્વમાં અસંયમ ભાવ એક રૂપ હોવાથી અસંયમનો એક પ્રકાર કહ્યો છે. બે બંધન:| २ पडिक्कमामि दोहिं बंधणेहि-रागबंधणेणं, दोस बंधणेणं ।