________________
[
૬૮
]
શ્રી આવશ્યક સૂત્ર
સફારો – અતિચાર દોષ, – કર્યા હોય, તજ્ઞ – તે, મિચ્છામિ દુ K - મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ. ભાવાર્થ:- સ્વાધ્યાય તથા પ્રતિલેખના સંબંધી પ્રતિક્રમણ કરું છું. પ્રમાદવશ દિવસ અને રાત્રિના પ્રથમ તથા અંતિમ પ્રહર રૂપ ચાર કાલમાં સ્વાધ્યાય કર્યો ન હોય, પ્રાતઃકાલ તથા સંધ્યા કાલ, આ બંને કાળમાં વસ્ત્ર-પાત્ર આદિ ભંડોપકરણની પ્રતિલેખના કરી ન હોય, સારી રીતે પ્રતિલેખના ન કરી હોય, પ્રમાર્જના ન કરી હોય, સારી રીતે પ્રમાર્જના કરી ન હોય, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર દોષનું સેવન થયું હોય, વગેરે દિવસ સંબંધી જે અતિચાર-દોષ લાગ્યા હોય, તે સર્વ પાપ મારા મિથ્યા-નિષ્ફળ થાઓ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રનું નામ કાલ પ્રતિલેખન સૂત્ર છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કાલપ્રતિલેખનનો મહાન લાભ પ્રદર્શિત કર્યો છે. વાસ્તવિક્તદાયાTrafi — હવેટ્ટ | કાલ પ્રતિલેખન યથાસમયે યોગ્ય કાર્ય કરનાર વ્યક્તિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે અને જ્ઞાન ગુણને પ્રગટ કરે છે.
પ્રત્યેક વસ્તુની ઉત્પત્તિમાં, સુરક્ષામાં, સંયુક્તને વિયુક્ત કરવામાં અને વિયુક્તને સંયુક્ત કરવામાં કાલ'નું મહત્વપૂર્ણ સ્થાન છે. તેથી જ જીવનની પ્રગતિ માટે, સાધનાના પ્રત્યેક અંગને ઉજાગર કરવા માટે કાલ પ્રતિલેખના અત્યંત આવશ્યક છે.
સાધકને અપ્રમત્ત ભાવમાં રહેવા માટે આગમકારોએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સમાચારી નામના છવ્વીસમાં અધ્યયનમાં સાધુને માટે દિવસ અને રાત્રિકાલની સમય સારણીનું કથન કર્યું છે. સાધુ દિવસના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન, ત્રીજા પ્રહરમાં ભિક્ષાચરી અને ચોથા પ્રહરમાં પુનઃ સ્વાધ્યાય કરે છે. તેમજ દિવસના પ્રથમ પ્રહરના પ્રથમ ચતુર્થ ભાગમાં અને ચોથા પ્રહરના અંતિમ ચતુર્થ ભાગમાં પોતાના ભંડોપકરણના પ્રતિલેખનનું વિધાન છે. તે જ રીતે રાત્રિના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન, ત્રીજા પ્રહરમાં નિદ્રા અને ચોથા પ્રહરમાં પુનઃ સ્વાધ્યાય કરે છે.
આ રીતે સાધુને આઠ પ્રહરના દિવસ-રાત્રિમાં ચાર પ્રહર સ્વાધ્યાય અને બે વાર પ્રતિલેખન કરવાનું વિધાન છે. સાધુ પ્રમાદાદિને વશ થઈને સમાચારીને ભૂલી જાય, આવશ્યક કર્તવ્યોથી ચલિત થાય, તો તજ્જન્ય પાપદોષના સેવનનું પ્રતિક્રમણ, આ સૂત્ર દ્વારા થાય છે. હિનામ- હે પ્રભો ! હું પ્રતિક્રમણ કરવાની ઇચ્છા રાખું છું. વાતં- ચાર કાલમાં. દિવસ અને રાત્રિના પ્રથમ અને ચતુર્થ પ્રહરરૂપ ચાર કાલમાં સાયન્સ- સ્વાધ્યાય. સ્વાધ્યાય સાધક જીવનને પરિપક્વ બનાવવા માટેનું આવશ્યક અંગ છે. સ્વાધ્યાય પરમ તપ છે. નવું જ્ઞાન પ્રાપ્ત કરવા અને ભણેલા જ્ઞાનને પુષ્ટ બનાવવા તેમ જ જ્ઞાનાવરણીય કર્મનો નાશ કરવા સ્વાધ્યાય અમોઘ સાધન છે. વિવિધ વિદ્વાનોએ સ્વાધ્યાય શબ્દની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. (૧) અધ્યયન અધ્યાયઃ મોધ્યાયઃ સ્વાધ્યાયઃ - (૨) અષ્ણુ અધ્યાય - સ્વાધ્યાય છે. આત્મા કલ્યાણકારી પઠન-પાઠનરૂ૫ શ્રેષ્ઠ અધ્યયનને સ્વાધ્યાય કહે છે.
(૩) સુઝુ આ નવા અધીવતે નિ સ્વાધ્યાયઃ | શ્રી અભયદેવસૂરિકત સ્થાનાંગ વૃત્તિ. સુખું – મર્યાદાપૂર્વક સારી રીતે અધ્યયન કરવું, તે સ્વાધ્યાય છે. (૪) અન્યની સહાયતા વગર સ્વયં