________________
બુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) માતુશ્રી નિમર્તાબેન (કીકીબેન) ત્રંબકલાલ દેસાઈ
- શ્રીમતી પ્રીતિબેન વિનોદભાઇ દેસાઇ. આધુનિક ભૌતિકવાદી આ યુગમાં જે વ્યક્તિ સમર્પિત ભાવે ગુરુ ચરણ - શરણ સ્વીકારે છે, જીવનના પ્રેરકબળ તરીકે આત્મસાત કરે છે. તેના જીવનની પ્રત્યેક ક્ષણ સંતોષ, શાંતિ, સમાધિમય બની જાય છે. આ ભાવોનો પ્રત્યક્ષ અનુભવ કરનાર છે દેસાઇ પરિવાર.
માતુશ્રી નિર્મળાબેન પુણ્યપ્રતાથી આર્ય સન્નારી હતા. પુણ્યશાળી વ્યક્તિની ઉપસ્થિતિમાં અનેક પ્રકારના પુણ્યકર્મ થતાં જ રહે છે પણ તેની અનુપસ્થિતિમાં પણ તેમના નામે પુણ્યકર્મ થતાં જ રહે છે. માતુશ્રી નિર્મળાબેનના ઉપકારને સ્મૃત્તિમાં લાવી ત્રણે સુપુત્રો અને પુત્રવધુઓ શ્રી વિનોદભાઇ સૌ. પ્રીતિબેન, શ્રી શૈલેશભાઇ સૌ. મીનાબેન, શ્રી પંકજભાઇ સૌ. વર્ષાબેન, અન્ન, પાણી, વસ્ત્ર, સ્થાન, શય્યાસામ્રગી, મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ અને ગુરુજનોને નમસ્કારાદિનવપ્રકારે પુયબંધ કરી રહ્યા છે.
આવા પુયયોગે શૈલેશભાઈ - મીનાબેન પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના દર્શન - સાંનિધ્યને પામ્યા. ગુરુદેવશ્રીના પોઝીટીવ વાઇબ્રેશન્સે તેઓનું સમગ્ર અસ્તિત્વ રણઝણી ઉડ્યું. તેમના જીવનની ક્ષણ ક્ષણ આનંદ મટી ઉત્સવ ક્ષણ બની ગઇ. લક્ષ્યહીન જીવનને દિશા મળી ગઇ.
ગુરુદેવના ચરણે સમર્પિત આ દેસાઇ પરિવારનો પ્રાણ ગુરુદેવ છે, તેમના હૃદયનો ધબકાર ગુરુદેવ છે. તેમની ભક્તિ અને શક્તિ પણ ગુરુદેવ જ છે. ગુરુદેવની પ્રેરણા એ જ દેસાઇ પરિવારનો પરિચય છે.
ગુરુદેવના અનંત ઉપકારને સ્મૃતિપટ ઉપર લાવી પૂ. ગુરુદેવના ૩૯મા જન્મદિને ગુરુ ચરણે આગમ શ્રદ્ધાભાવને સમર્પિત કરતાં તેઓ આગમના કૃતાધાર બન્યા છે. તે બદલ અનેકશઃ ધન્યવાદ છે.
ગપ્રાણ પ્રકાશન
PARASDHAM