________________
( 5.
જાણવાની શક્તિ પ્રગટ થશે. અનંત પ્રજ્ઞાપણું પ્રાપ્ત થશે. જ્ઞાનામૃતનું સુધા પાન કરશો તો શુદ્ધ ભાવમાં મહાલશો, જંબૂદ્વીપના મધ્યભાગમાંથી નીકળી મુક્ત બની જશો,
જ્યોતિષરાજની ઉપર ત્રણ લોકના અગ્રભાગના રાજેશ્વરી બની જશો. લોકોગ્રે બિરાજમાન થયેલો આત્મા ક્યારેય નિરિયાવલિકા આદિ ચારેય ગતિમાં પાછો આવતો નથી એવું છે જ્ઞાની પરમાત્માનું બોધિબીજનું કિરણ, તે કિરણ અનંત સૂર્યનાં તેજથી પણ અધિક તેજસ્વી છે. જેનાથી કોઈ ઉત્તર પ્રધાન નથી તેવા આગમ અધ્યયનમાં આત્મ અનુભવનાં અમીરસ ભર્યા છે. સુમતિ આસુપ્રજ્ઞા બની જાય છે, ત્યાં ક્યારેય વૈકાલિક દશા થતી નથીને સૈકાલિક દશામાં જ રહેવાનું છે, હસતા ગુલાબ કરતા પણ અનંત સહજ સુખ પ્રાપ્ત થઈ જાય છે, જ્ઞાનના નંદી ઘોષમાં લીન થઈ પ્રાણ પૂરી ચિદાનંદી બનવાનું, યોગ અનુયોગ સહિત સુબોધ સુખપ્રાણમાં જીવવાનું બધી ખંડ ખંડ દશા બૃહત્કલ્પ વ્યવહાર માર્ગની છે તેની જડ ક્રિયાનું છેદન કરી અખંડ આનંદના અનંતગુણરૂપી ડોલરથી મહેંકયા કરવાનું છે. અનંત શક્તિનાં આવશ્યક મર્યાદિત સ્વતંત્ર સુખ સ્વરૂપા બની જવાનું, તે જ અવશ્ય કરવા લાયક છે. નિત્ય ઉદયવાળી લીલમ તેજથી અધિક તેજવાળી સોળે કળાએ ખીલેલી સંપૂર્ણ નિશીથને માણવાની છે. આ છે આપણી આરાધના-સાધના અને સિદ્ધિ પ્રાપ્ત કરવાની રીત. આચાર પ્રકલ્પ સૂત્ર પૂર્ણ થાય છે. મારો અનુવાદ સંપાદકીય આપણા સહુનું શ્રેય કરનારું નીવડો અસ્તુ..
આ આધ્યાત્મિક ક્ષેત્રમાં ડૂબકી મારી ક્રોધ, માન, માયા, લોભ, કષાયને ત્યાગી વિષયથી વિરામ પામી જીવનને ઊર્ધ્વકરણમાં લઈ જવાનો સંયમ માર્ગ છે. તે માર્ગમાં સાધક દશા વિતે તેવી સાધના કરી આરાધક બનીએ તેવી મંગલ કામના.
પ્રિય સાધક વંદ! આ નિશીથ પૂર્ણ કંઠસ્થ કરી રોજ તેની સ્વાધ્યાય થશે તો આત્મા ઉપર ઉઠતો જશે. એવા બધા ગુણો મારામાં પ્રગટ થાઓ તેવી ભાવના નિરંતર નિરાવકાશપણે વર્તી રહે તે જ કૃપાળુ પાસે પ્રાર્થના.
નિરતિચાર ચારિત્ર પાળનાર શ્રુતધરોને, સંત મુનિવરોને મારી કોટીશઃ વંદના. આભાર : ધન્યવાદ : સાધુવાદ :
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલ દિવ્ય અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુરુદેવ પૂ. શ્રી જયંતીલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત, નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ.ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું. ગુરુપ્રાણ
47