________________
ઉદ્દેશક-૧૭
૨૫૭ ]
ડૂબાડી ઠંડી કરવામાં આવે તે પાણી, તેવો અર્થ ઉપયુક્ત છે. (૨) આમ્નકાંજિક એટલે ખાટા પદાર્થનું ધોવણ અથવા છાશની પરાશ. અEળ થયું - તુરંતનું ધોવણ. શસ્ત્રનો સ્પર્શ થવા છતાં પણ પાણી તત્કાલ અચિત્ત થતું નથી માટે ધોવણ પાણી બન્યા પછી અર્ધા કલાક કે એક મૂહુર્ત પછી જ તેને ગ્રહણ કરી શકાય. પાણી અને શસ્ત્રરૂપ પદાર્થની હીનાધિકતાના કારણે અચિત્ત થવાનો સમય પણ હીનાધિક હોય છે, તેથી ચૂર્ણિકારે સમય નિર્ધારિત કર્યો નથી, પણ વિવેકપૂર્વક સમય નિર્ણય કરવાનું સૂચન કર્યું છે.
ધોવણ પાણીના નામોમાં “શુદ્ધોદક શબ્દ પ્રયોગ છે. તેનો અર્થ “ઉષ્ણ પાણી’ કરવો ઉચિત નથી, કારણ કે ગરમ પાણી માટે આગમમાં ‘ઉષ્ણોદક' શબ્દ પ્રયોગ જોવા મળે છે. આ સૂત્રમાં તો તત્કાલના ધોવણ પાણીની વાત છે. તેમાં ગરમ પાણીનો આ પ્રાયશ્ચિત્ત વિધાન સાથે કોઈ સંબંધ થતો નથી “શુદ્ધોદકનો અર્થ- અન્નના અંશથી રહિત અને અમનોજ્ઞ પદાર્થોથી રહિત હોય તેને શુદ્ધોદક કહે છે તેમ સમજવું. ઉણોદક - ધોવણ પાણી સિવાય ગરમ જળ પણ સાધુ-સાધ્વીને ગ્રાહ્ય છે. જે એક જ પ્રકારનું હોય છે. પાણીને અગ્નિ પર પૂર્ણ ઉકાળવામાં આવે ત્યારે અચિત્ત થઈ જાય છે અર્થાત્ હાથ અડાડી ન શકાય તેવું ગરમ પાણી જ અચિત્ત બને છે તેથી ઓછું ગરમ હોય તો પૂર્ણ અચિત્ત તેમજ કલ્પનીય નથી. ટીકા આદિમાં ત્રણ ઉકાળા આવવા પર અચિત્ત થવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
તત્કાલનું ધોવણ પાણી અચિત્ત થયું ન હોવાથી અગ્રાહ્ય છે, તેમજ કાલાંતરે ઉકાળેલા પાણીની જેમ તે પણ સચિત્ત થઈ જવાથી તે અગ્રાહ્ય બને છે. જિન્ટે ગોરતે વિત્તી મતિ, સંત વાણીનું yવષે વહાં અવરદ્ વત્તી મવતિ -દશ. ચૂર્ણિ.
ઉનાળામાં એક અહોરાત્રી, શિયાળા અને વર્ષાકાળમાં સવારના ગરમ કરેલા પાણીની સાંજે સચિત્ત થઈ જવાની સંભાવના છે. ઉકાળેલા પાણીની જેમ ધોવણની પણ અચિત્ત રહેવાની કાલમર્યાદા છે. પ્રવચન સારોદ્વાર ગ્રંથની ટીકામાં ગરમ પાણી જેટલો જ ચોખા આદિના ધોવણનો અચિત્ત રહેવાનો કાળ કહ્યો છે. આત્મ પ્રશંસા:| २८ जे भिक्खू अप्पणो आयरियत्ताए लक्खणाई वागरेइ, वागरंतं वा साइज्जइ। ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી પોતે પોતાની જાતને આચાર્યના લક્ષણોથી સંપન્ન કહે કે કહેનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
કોઈ સાધુપોતાના શરીરના લક્ષણો, હાથ-પગની રેખાઓ, હાથ-પગ પર અથવા શરીરના અન્ય અવયવ પર રહેલા ચંદ્ર, ચક્ર વગેરે ચિહનો, શરીરની પ્રમાણોપેતતા વગેરે લક્ષણોથી “હું અવશ્ય આચાર્ય બનીશ” આ પ્રકારે કથન કરે તો તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે.
આવા અભિમાન યુક્ત વચનો બોલવા તે દોષરૂપ છે. આવા વિચારો તથા ભાષાથી કોઈ વિક્ષિપ્તચિત્ત થઈ જાય; નિમિત્ત, લક્ષણ જ્ઞાન અસત્ય થઈ જાય, વૈરભાવથી કોઈ તેને જીવન રહિત કરવાનો પ્રયત્ન પણ કરે માટે ભિક્ષ પોતાના લક્ષણોને પ્રગટ કરે નહીં. અભિમાન કરવાથી તથા આત્મ પ્રશંસાથી ગુણો અને પુણ્યાશોનો ક્ષય થાય છે.
નવીન આચાર્યને સ્થાપિત કરવાના હોય ત્યારે સ્થવિર શ્રમણો કે આચાર્યાદિ જાણકારી મેળવવા