________________
શ્રી નિશીથ સૂત્ર
કલ્પનીય વસ્ત્ર છે ? આ પ્રમાણે યાચના કરી વસ્ત્ર પ્રાપ્ત કરે, તો તે યાચના વસ્ત્ર કહેવાય છે.
(૨) ગૃહસ્થ સ્વતઃ નિયંત્રણ કરે કે હે મુનિ ! મારી પાસે અમુક વસ્ત્રો છે. આપને વસ્ત્રની આવશ્યક્તા હોય તો મારા પર કૃપા કરી ગ્રહણ કરો. આ રીતે ગૃહસ્થના નિમંત્રણ પૂર્વક વસ્ત્ર ગ્રહણ કરે, તો તે નિમંત્રણા– નિમંત્રિત વસ્ત્ર કહેવાય છે.
૨૬
ગૃહસ્થના ચાર પ્રકારના વસ્ત્રોમાંથી સાધુને કોઈ વસ્ત્ર ઉપયોગી અને કલ્પનીય હોય તો ગૃહસ્થ નિમંત્રણ કરે અથવા પોતે યાચના કરીને પણ ગ્રહણ કરી શકે છે, પરંતુ તે ગ્રહણ કરતાં પૂર્વે કોઈ દોષ ન લાગે તે માટે– (૧) તે વસ્ત્ર સંબંધી જાણકારી મેળવવી, (૨) પૃચ્છા કરી લેવી અને (૩) ગવેષણા કરવી આવશ્યક છે.
સાધુએ કોઈ પણ વસ્ત્ર ગ્રહણ કરતાં પૂર્વે તે વસ્ત્ર ઉદ્ગમાદિ દોષથી રહિત છે કે નહિ ? તેની જાણકારી, પૃચ્છા અને ગવેષણા કરવી આવશ્યક છે. ગવેષણા કર્યા વિના ગ્રહણ કરવાથી સ્થાપના, અભિજ્ઞત, ક્રીત, અનિસૃષ્ટ, ઔદેશિક અથવા પશ્ચાત્ કર્મ વગેરે દોષો લાગવાની સંભાવના રહે છે માટે વસ્ત્ર ગ્રહણ કરતાં પહેલાં ગવેષણા ન કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. ઉપલક્ષણથી વસ્ત્રની જેમ પાત્ર વગેરે અન્ય ઉપકરણોની પણ ગવેષણા ન કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે, તેમ સમજી લેવું.
વિભૂષા અર્થે શરીર પરિકર્મ :
४६ जे भिक्खू विभूसावडियाए अप्पणो पाए आमज्जेज्ज वा पमज्जेज्ज वा आमज्जंतं वा पमज्जतं वा साइज्जइ एवं तइय उद्देसग गमेण णेयव्वं जाव... जे भिक्खू विभूसावडियाए गामाणुगामं दूइज्जमाणे अप्पणो सीसदुवारियं करेइ करेंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી વિભૂષા માટે પોતાના પગનું એકવાર કે વારંવાર આમર્જન કરે કે કરનારનું અનુમોદન કરે, આ રીતે ત્રીજા ઉદ્દેશકની જેમ જાણવું યાવત્ જે સાધુ કે સાધ્વી વિભૂષા માટે ગ્રામાનુગ્રામ વિહાર કરતા પોતાનું મસ્તક ઢાંકે કે ઢાંકનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
આ સૂત્રોનું વિવેચન ઉદ્દેશક–૩ના ૫૪ સૂત્રોની સમાન સમજી લેવું જોઈએ. વિશેષતા એ છે કે અહીં વિભૂષાના વિચારથી શરીર સંબંધી પરિકર્મ કાર્યો કરવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. વિભૂષા અર્થે ઉપકરણોઃ
४७ जे भिक्खू विभूसावडियाए वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा अण्णयरं वा उवगरणजायं धरेइ, धरेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વિભૂષાના સંકલ્પથી વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંચ્છન અથવા અન્ય કોઈ ઉપકરણ રાખે કે રાખનારનું અનુમોદન કરે,
४८ जे भिक्खू विभूसावडियाए वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं