________________
| ૧૭૬ |
શ્રી નિશીથ સૂત્ર
યાનશાળા (૨૪) ચૂનાનું કારખાનું (૨૫) દર્ભના કર્મસ્થાન (૨૬) ચમાર શાળા (૨૭) વલ્કલનું કર્મસ્થાન (૨૮) વનસ્પતિના કર્મસ્થાન (ર૯) કોલસાના કારખાના (૩૦) લાકડાના કારખાના (૩૧) સ્મશાનગૃહ (૩૨) શાંતિકર્મ સ્થાન (૩૩) પર્વતના કર્મસ્થાન (૩૪) ગુફાગૃહ (૩૫) પાષાણ કર્મનું સ્થાન (૩૬) ભવનો અને ગૃહ વગેરે જોવા માટે જાય અને જોવા જનારનું અનુમોદન કરે. १७ जे भिक्खू- कच्छाणि वा दवियाणि वा णूमाणि वा वलयाणि वा गहणाणि वा गहणविदुग्गाणि वा वणाणि वा वणविदुग्गाणि वा पव्वयाणि वा पव्वयविदुग्गाणि वा अगडाणि वा तडागाणि वा दहाणि वा णईओ वा वावीओ वा पुक्खरणीओ वा दीहियाओ वा गुंजालियाओ वा सराणि वा सरपंतियाणि वा सरसरपंतियाणि वा चक्खुदंसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ। ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી (૧) શેરડીના ખેતર કે વાડીઓ (૨) ઘાસના જંગલ (૩) પ્રચ્છન્ન સ્થાનો (૪) ઘાટો (૫) સઘન જંગલો (૬) લાંબી અટવીઓ (૭) એક પ્રકારના વૃક્ષોવાળા વનો (૮) અનેક પ્રકારના વૃક્ષોવાળા વનો (૯) પર્વતો (૧૦) પર્વતોની હારમાળાઓ (૧૧) કૂવાઓ (૧૨) તળાવો (૧૩) દ્રહો (૧૪) નદીઓ (૧૫) ગોળાકાર વાવડીઓ (૧૬) ચોરસ પુષ્કરિણીઓ (૧૭) લાંબી વાવડીઓ (૧૮) પરસ્પર જોડાયેલી વાવડીઓ (૧૯) સરોવરો (૨૦) સરોવરની પંક્તિઓ (૨૧) પરસ્પર જોડાયેલા સરોવરોને જોવા જાય કે જનારનું અનુમોદન કરે, |१८ जे भिक्खू गामाणि वा जाव रायहाणीणि वा चक्खुदंसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી (૧) ગામ (૨) નગર (૩) ખેડ (૪) કર્બટ (૫) મડંબ (૬) પટ્ટણ (૭) દ્રોણમુખ (૮) નિગમ (૯) આશ્રમ (૧૦) સન્નિવેશ અને (૧૧) રાજધાનીને જોવા જાય કે તેમ કરનારનું અનુમોદન કરે, १९ जे भिक्खू गाममहाणि वा जाव रायहाणिमहाणि वा चक्खुदंसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेतं वा साइज्जइ । ભાવાર્થ:- સાધુ કે સાધ્વી ગામ યાવત્ રાજધાની વગેરેમાં થતાં મહોત્સવોને જોવા જાય કે જોવા જનારનું અનુમોદન કરે, २० जे भिक्खू गामवहाणि वा जाव रायहाणीवहाणि वा चक्खुदंसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી ગામ યાવતુરાજધાનીમાં જીવ વધને જોવા જાય તે જોવા જનારનું અનુમોદન કરે, २१ जे भिक्खू गामपहाणि वा जाव रायहाणीपहाणि वा चक्खुदंसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી ગામ યાવતુરાજધાની વગેરેના માર્ગને જોવા જાય તે જોવા જનારનું અનુમોદન કરે,