________________
ઉદ્દેશક-૨
૩૫ ]
વિવેચનઃ
આ સૂત્રમાં શય્યાતરનો આહાર ગ્રહણ કરવા અને ભોગવવાના પ્રાયશ્ચિત્તનું કથન છે. સરિય :- સાગારિક. સાગારિક માટે શય્યાતર, શબ્દનો પ્રયોગ પણ થાય છે. સાગરિક, શય્યાતર, શય્યાદાતા, શય્યાધર અને શય્યાકર, આ પાંચ પર્યાયવાચી શબ્દો છે.
(૧) સાગારિક- આગર એટલે ઘર-ગૃહ, ઘર સહિત જે ગૃહસ્થ હોય તે સાગાર અને સાધુને સ્થાનનો સંયોગ કરાવે, સ્થાન આપે તે સાગારિક. (૨) શય્યાતર- સાધુને શય્યા-સ્થાનનું દાન આપી દે ભવને તરી જાય, તે શય્યાતર. (૩) શય્યાદાતા- સાધુને શય્યા-સ્થાન કે વસતિનું દાન આપે તે શય્યાદાતા. (૪) શય્યાધર- સાધુને શય્યાનું દાન આપી દુર્ગતિમાં જતાં પોતાના આત્માને સદ્ગતિમાં ધારણ કરી રાખે તે શય્યાધર. (૫) શય્યાકર- શયા-સ્થાનની સાધુને સોંપણી કરે છે માટે તે શય્યાકર કહેવાય છે. શધ્યાતર સંબંધી સાત દ્વાર :(૧) કોણ સાગારિક કહેવાય? -
सेज्जातरो पभू वा, पभुसंदिट्टो वा होइ कायव्यो ।
एगमणेगो व पभू, पभुसदिट्ठो वि एमेव ॥ અર્થ – પ્રભુ એટલે માલિક અને પ્રભુ સંદિષ્ટ(માલિક દ્વારા નિયુક્ત) વ્યક્તિ શય્યાતર કહેવાય છે. તે માલિક અને માલિક સદશ એક પણ હોય અનેક પણ હોય શકે છે.
મકાન કે સ્થાનના માલિક કે માલિક સદશ અર્થાત્ માલિક દ્વારા નિયુક્ત અધિકારીને શય્યાતર કહેવામાં આવે છે. માલિકે પોતાનું મકાન અન્યને સોંપ્યું હોય, સાધુ વગેરેને તે આપવાની આજ્ઞા આપી હોય, તો તે વ્યક્તિ પ્રભુ સદશ કહેવાય છે. આચારાંગમાં કહ્યું છે ને તન્થ ફરે ને તન્દુ સમાપ 1 જે મકાનના માલિક હોય કે જે મકાનના અધિષ્ઠાતા હોય, જેના અધિકારમાં મકાન હોય તેની આજ્ઞા લઈ સાધુ તે સ્થાનમાં રહી શકે છે. બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દેશક–રમાં કહ્યું છે કે મકાનના માલિક એક કે અનેક હોય તેમ અધિષ્ઠાતા પણ એક કે અનેક હોય શકે છે. અનેક માલિક કે અધિષ્ઠાતામાંથી જેની આજ્ઞા લઈ સાધુ મકાનમાં ઉતરે તે શય્યાતર કહેવાય છે. તેનો આહાર લેવો સાધુને કલ્પતો નથી. અન્ય માલિક અને અધિષ્ઠાતાઓના ઘેરથી આહાર લઈ શકાય છે. (બૃહત્કલ્પ, .-૨, સૂત્ર–૧૩) (૨) શય્યાતર ક્યારે કહેવાય?:- સાધુ મકાનમાં ઉતરવાની આજ્ઞા લે અને મકાનમાં ઉપકરણ વગેરે રાખે ત્યારથી તે શય્યાતર કહેવાય છે. (૩) શય્યાતર પિંડના કેટલા પ્રકાર છે ? :- શય્યાતરપિંડના બાર પ્રકાર છે- અશનાદિ ચારઅશન, પાણી, ખાદિમ અને સ્વાદિમ. વસ્ત્રાદિ ચાર– વસ્ત્ર, પાત્ર, કંબલ અને રજોહરણ. સોયાદિ ચાર- સોય, કાતર, નખછેદનક અને કર્ણશોધનક. (૪) શય્યાતર, અશય્યાતર ક્યારે કહેવાય? - આખો દિવસ કે દિવસના અમુક કલાક જે મકાનમાં સાધુ રહ્યા હોય ત્યારપછી તે મકાન છોડે, ગૃહસ્વામીની આજ્ઞા પાછી આપે ત્યારે તે અશય્યાતર બને છે. સાધુ એક રાત્રિ કે અનેક રાત્રિ રહ્યા પછી મકાનને છોડે, ગૃહસ્વામીને આજ્ઞા પાછી આપે, તો તે પછી આઠ પ્રહર સુધી શય્યાતર કહેવાય, આઠ પ્રહર પછી તે અશય્યાતર બને છે. અશય્યાતર બન્યા પછી તેમના આહાર-પાણી લેવા સાધુને કહ્યું છે.