________________
'પ્રથમ પ્રકરણ/આવશ્યકેનિક્ષેપ
[ ૧૭ ]
વર્તમાનમાં તે શરીરમાં જ્ઞાન નથી પણ ભૂતકાળમાં આ શરીર દ્વારા જ્ઞાન મેળવ્યું હતું. તે ભૂતકાલીન અવસ્થાને લક્ષ્યમાં રાખી તેને દ્રવ્ય નિક્ષેપ કહેલ છે. (૨) ભવ્ય શરીરનોઆગમથી દ્રવ્ય નિક્ષેપ - કોઈ બાળક કે વ્યક્તિ ભવિષ્યમાં 'ઈન્દ્ર' પદના અર્થને જાણશે. વર્તમાનમાં જ્ઞાન નથી પરંતુ ભવિષ્યમાં જ્ઞાતા બનશે, તેને વર્તમાનમાં ઈન્દ્ર' કહેવામાં આવે તો તે ભવ્યશરીરનોઆગમ દ્રવ્યથી ઈન્દ્ર કહેવાય. (૩) તદ્દવ્યતિરિક્તનોઆગમથી દ્રવ્ય નિક્ષેપ – તેમાં તે શબ્દનો જે જે પદાર્થ માટે પ્રયોગ થતો હોય, તે સર્વનું ગ્રહણ કરવામાં આવે છે. (૪) ભાવ નિક્ષેપ - શબ્દના અર્થ અનુરૂપ અવસ્થા વર્તમાને હોય ત્યારે તે શબ્દનો પ્રયોગ થાય તે ભાવનિક્ષેપ કહેવાય છે. જેમ કે ઈન્દ્રની પર્યાયનો અનુભવ કરે ત્યારે તેને ઈન્દ્ર કહેવું, તે ભાવ ઈન્દ્ર છે. ભાવ નિક્ષેપમાં પણ તે પદ(જેનો નિક્ષેપ થતો હોય તે પદ)ના જ્ઞાન-જ્ઞાતાના આધારે બે ભેદ કરવામાં આવે છે. (૧) આગમથી ભાવનિક્ષેપ (૨) નોઆગમથી ભાવનિક્ષેપ.
(૧) આગમથી ભાવ નિક્ષેપ – 'ઈન્દ્ર' પદના જ્ઞાનથી યુક્ત કોઈ જ્ઞાતા તેમાં ઉપયોગવાન હોય ત્યારે તે આગમથી ભાવનિક્ષેપ કહેવાય છે.
(૨) નોઆગમથી ભાવ નિક્ષેપ - તે પદનું જ્ઞાન હોય, તેમાં ઉપયોગ હોય અને સાથે તદનુરૂપ ક્રિયા-પ્રવૃત્તિ હોય તો તે નોઆગમથી ભાવનિક્ષેપ કહેવાય છે.
અહીં 'નો પદનો પ્રયોગ સૂત્રકારે એક દેશ નિષેધ અર્થમાં કર્યો છે. જ્ઞાન છે તે આગમ છે પરંતુ ક્રિયા છે તે જ્ઞાનરૂપ નથી.વિડિયા મા નો ન હોડ ા તેથી ક્રિયા દેશમાં જ્ઞાનરૂપતાના નિષેધ માટે 'નો' કહ્યું. એક દેશમાં જ્ઞાન છે એક દેશમાં નથી તે સૂચવવા નોઆગમથી' શબ્દનો પ્રયોગ કર્યો છે. જેમ કે ઈન્દ્ર આ પદને જાણનાર(જ્ઞાયક)ઉપયોગપૂર્વક વંદન નમસ્કાર આદિ ક્રિયાયુક્ત હોય તો તે નોઆમગથી ભાવનિક્ષેપ કહેવાય છે. આગમથી–નોઆગમથી દ્રવ્ય ભાવ નિક્ષેપનો તફાવત :આગમથી દ્રવ્ય નિક્ષેપ– જ્ઞાન હોય પણ ઉપયોગ ન હોય તેવા જ્ઞાયકને આગમથી દ્રવ્યનિક્ષેપ કહે છે.
આગમથી ભાવ નિક્ષેપ– જ્ઞાન પણ હોય અને તેમાં ઉપયોગ પણ હોય, તેવા જ્ઞાયકને આગમથી ભાવનિક્ષેપ કહે છે.
નોઆગમથી દ્રવ્ય નિક્ષેપ- ભૂતકાળમાં તે પદનું જ્ઞાન હતું, ભવિષ્યમાં તે પદનું જ્ઞાન પ્રાપ્ત કરશે પણ વર્તમાનમાં તે પદનું જ્ઞાન ન હોય તેવી વ્યક્તિ, તે પદનું જ્ઞાન પ્રાપ્ત કરવાના પુસ્તકાદિ સાધનો અથવા તે પદથી સૂચવાતા અન્ય સર્વ જ્ઞેય પદાર્થોને નોઆમગથી દ્રવ્યનિક્ષેપ કહે છે. નોઆગમથી ભાવ નિક્ષેપ– જ્ઞાન હોય, તેમાં ઉપયોગ હોય અને સાથે(
તરૂ૫)ક્રિયા હોય તો તેને નો