________________
પ્રથમ પ્રકરણ/આવશ્યક નિક્ષેપ
૧૧
નિક્ષેપ કરવાનું કારણ દર્શાવી, નિક્ષેપ કર્તાની યોગ્યતાનો નિર્દેશ કર્યો છે.
આ અનુયોગદ્વાર સૂત્રનો વિષય 'આવશ્યકનો અનુયોગ' છે. સૂત્રના અનુકૂળ અર્થ કરવા તે અનુયોગ છે. આવશ્યક સૂત્રનું સ્પષ્ટરૂપથી વિવેચન ત્યારે જ થઈ શકે કે જ્યારે તેના પદોનો નિક્ષેપ કરાય. તેથી સૂત્રમાં આવશ્યકાદિ પદનો નિક્ષેપ કરવાની પ્રતિજ્ઞા કરી છે.
એક શબ્દના અનેક અર્થ હોય છે. તે વિવિધ અર્થોમાંથી પ્રસંગને અનુરૂપ અર્થની અભિવ્યક્તિ નિક્ષેપ દ્વારા થાય છે. નિક્ષેપ અપ્રસ્તુતનું નિરાકરણ કરી, પ્રસ્તુતનું વિધાન કરવામાં સમર્થ છે. તેથી પ્રકૃત (પ્રસંગસંગત) અર્થનો બોધ અને અપ્રકૃત(અપ્રાસંગિક) અર્થનું નિરાકરણ થઈ જાય છે.
આવશ્યક પર નિક્ષેપ :
८ से किं तं आवस्सयं ?
आवस्सयं चउव्विहं पण्णत्तं तं जहा - णामावस्सयं, ठवणावस्सयं, दव्वावस्सयं, भावावस्सयं ।
ભાવાર્થ :- પ્રશ્ન- આવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– આવશ્યકના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નામ આવશ્યક, (૨) સ્થાપના આવશ્યક, (૩) દ્રવ્ય આવશ્યક, (૪) ભાવ આવશ્યક.
વિવેચન :
આ સૂત્રમાં 'સે' શબ્દ 'અથ' અર્થનો દ્યોતક મગધદેશીય શબ્દ છે. 'અથ' શબ્દનો પ્રયોગ મંગલ, અનન્તર, પ્રારંભ, પ્રશ્ન અને ઉપન્યાસ વગેરે અર્થમાં કરાય છે. અહીં વાક્યના ઉપન્યાસ અર્થમાં તેનો પ્રયોગ થયો છે. વિં શબ્દ પ્રશ્નાર્થસૂચક છે અને તેં શબ્દ સર્વનામ છે. આ રીતે સમસ્ત શાસ્ત્રમાં જ્યાં જ્યાં સે િત નો પ્રયોગ છે, ત્યાં ત્યાં આ જ અર્થ સમજવો.
આવશ્યક શબ્દનું નિર્વચન :– નિર્વચન એટલે સંયુક્ત પદને વિભક્ત–ટુકડા કરી, વાક્યના અર્થને સ્પષ્ટ કરવો.
(૧) અવશ્ય વર્તવ્યમાવણ્યમ્ :- અવશ્ય કરવા યોગ્ય હોય તે આવશ્યક. દિવસ અને રાત્રિના અંતભાગમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને અવશ્ય કરવા યોગ્ય સાધના તે આવશ્યક કહેવાય છે. (૨) મુળાનાં આસમન્તાદૃશ્યમાત્માનું રોતીત્યાવશ્યમ્ । સર્વ પ્રકારે ગુણોને વશ્ય–આધીન કરે તે આવશ્યક.
(3) आ - समन्ताद् वश्या भवन्ति इन्द्रियकषायादिभावशत्रवो यस्मात्तदावश्यकम् ।