________________
પ્રકકરણ ૩૩/સમવતાર
૫૧૩
य तदुभयसमोयारे य ।
भरहेवासे आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं जंबुद्दीवे समोयरइ आयभावे य । जंबुद्दीवे दीवे आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं तिरियलोए समोयरइ आयभावे य। तिरियलोए आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं लोए समोयरइ आयभावे य । से तं खेत्तसमोयारे ।
ભાવાર્થ :- પ્રશ્ન- ક્ષેત્રસમવતારનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ક્ષેત્ર સમવતારના બે પ્રકાર, તે આ પ્રમાણે છે – (૧) આત્મસમવતાર (૨) તદુભય સમવતાર. ભરતક્ષેત્ર આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં સમવતરિત થાયછે. તદુભય સમવતારની અપેક્ષાએ જંબુદ્રીપમાં અને આત્મભાવમાં સમાવિષ્ટ થાય છે.
જંબુદ્રીપ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તદ્દભયસમવતારની અપેક્ષાએ તિર્યશ્લોક (મધ્યલોકમાં)અને આત્મભાવમાં સમવતિરત થાય છે.
તિર્યશ્લોક આત્મસમવતારની અપેક્ષાએ આત્મસ્વરૂપમાં સ્થિત છે. તદ્દભયસમવતારની અપેક્ષાએ લોકમાં અને આત્મભાવમાં સ્થિત છે. આ ક્ષેત્રસમવતારનું સ્વરૂપ છે.
વિવેચન :
ક્ષેત્ર પોતે પોતાના સ્વરૂપમાં તો રહે જ છે, સાથે લઘુક્ષેત્ર પોતાનાથી બૃહત્ ક્ષેત્રમાં સમાવિષ્ટ થાય, તેને ક્ષેત્ર સમવતાર કહે છે. ભરત ક્ષેત્ર પોતાના નિજસ્વરૂપમાં સમવતરિત છે અને વ્યવહારથી જંબુદ્રીપમાં સમવતરિત છે. જંબુદ્રીપ મધ્યલોકમાં અને મધ્યલોક, લોકમાં સમવરિત છે. કેટલીક પ્રતોમાં નિમ્નોક્ત સૂત્રપાઠ જોવા મળે છે. હોર્ આયલનોયારેળ આયમાવે સમોયરફ તનુમયસનોયારેળ અલોપ્ સમોયરફ આયભાવે ય । લોક આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં સમવતરિત થાય છે અને તદુભય સમવતારની અપેક્ષાએ અલોકમાં સમવતરિત થાય છે અને આત્મભાવમાં પણ સમવતરિત થાય છે. અલોકથી મોટું કોઈ ક્ષેત્ર નથી.
કાળસમવતાર :
७ से किं तं कालसमोयारे ? कालसमोयारे दुविहे पण्णत्ते, तं जहाआयसमोयारे य तदुभयसमोयारे य ।
समए आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं आवलियाए