________________
પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ—સંખ્યા(શંખ)
તેને કાર્યરૂપ સ્વીકારે છે. જેમ ભવિષ્યમાં રાજા બનનાર રાજકુમારને રાજા કહેવામાં આવે છે તેમ એકભવિક, બદ્ઘાયુષ્ય, અભિમુખનામગોત્ર, આ ત્રણે પ્રકારના દ્રવ્યશંખ વર્તમાને ભાવશંખ નથી પરંતુ ભવિષ્યમાં ભાવશંખ બનવાના છે. તેથી આ ત્રણે નયો તેને શંખરૂપે સ્વીકારે છે.
૪૭૭
ૠજુસૂત્ર નય પૂર્વનયની અપેક્ષાએ વિશેષ શુદ્ધ છે. તે બદ્ઘાયુષ્ક અને અભિમુખ નામગોત્ર શંખને શંખરૂપે સ્વીકારે છે. એકભવિકનું ભાવ શંખથી ઘણું અંતર છે માટે તેને શંખરૂપે માન્ય નથી કરતો.
શબ્દનય, સમભિરૂઢ નય અને એવંભૂત નય ઋજુસૂત્ર નય કરતા પણ શુદ્ધ છે. તે ભાવશંખની અતિ સમીપ એવા અભિમુખનામગોત્ર શંખને માન્ય કરે છે. તે એકભવિક અને બદ્ઘાયુષ્યને ભાવશંખથી અતિ વ્યવહિત હોવાથી, અમાન્ય કરે છે.
ઔપમ્ય સંખ્યા નિરૂપણ
१५ से किं तं ओवम्मसंखा ?
ओवम्मसंखा चउव्विहा पण्णत्ता, तं जहा- अत्थि संतयं संतएणं उवमिज्जइ। अत्थि संतयं असंतएणं उवमिज्जइ । अत्थि असंतयं संतएणं उवमिज्जइ । अत्थि असंतयं असंतएणं उवमिज्जइ ।
=
શબ્દાર્થ :- અસ્થિ સંતય = જે સત્ છે (તેને), સંતÜ = સત્ વસ્તુની, મિન્ગદ્ = ઉપમા આપવી, અસંતÄ = અસત્ વસ્તુની, અસ્થિ અતંતયં = જે અસત્ છે.
ભાવાર્થ :- પ્રશ્ન- ઔપમ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ઉપમા આપી કોઈપણ વસ્તુનો નિર્ણય કરવામાં આવે તો તેને ઔપમ્ય સંખ્યા કહે છે. તેના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સત્ વસ્તુને સત્ વસ્તુની ઉપમા આપવી. (૨) સત્ વસ્તુને અસત્ વસ્તુની ઉપમા આપવી. (૩) અસત્ વસ્તુને સત્ વસ્તુની ઉપમા આપવી. (૪) અસત્ વસ્તુને અસત્ વસ્તુની ઉપમા આપવી.
વિવેચન :
આ સૂત્રમાં 'સંખ' પ્રમાણના આઠ ભેદમાંથી ચોથા ભેદ 'ઉપમાસંખ્યા'નું વર્ણન છે. અહીં ઉપમાના સત્ અસત્ની ચોભંગી દ્વારા ચાર પ્રકાર બતાવ્યા છે. ચાર ભંગ મૂલપાઠ અને ભાવાર્થ થી જ સ્પષ્ટ છે. તેનું ઉદાહરણ સહિત સ્પષ્ટીકરણ સૂત્રકાર સ્વયં કરશે.
સદ્ વસ્તુને સપ ઉપમા :
१६ तत्थ संतयं संतणं उवमिज्जइ, जहा- संता अरहंता संतएहिं पुरवरेहिं