________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
કહેવાય છે. જેમ કે કોઈ દિવાલ પાછળ ભેંસાદિ હોય પરંતુ તે દેખાતી ન હોય પણ તેના શીંગડા દેખાતા હોય તો શીંગડારૂપ અવયવથી અવયવી ભેંસનું જ્ઞાન થાય તે અવયવજન્ય શેષવત અનુમાન છે.
ધૂમાડો અગ્નિના આશ્રયે રહે છે. ધૂમને જોઈ આશ્રય સ્થાનરૂપ અગ્નિનું જ્ઞાન થાય છે. અહીં ધૂમ પ્રત્યક્ષ છે, અગ્નિ પ્રત્યક્ષ નથી. તેનું જ્ઞાન થાય અથવા બગલા પાણીના આશ્રયે રહે છે. તે બગલાને જોઈ પાણીનું જ્ઞાન થાય તે આશ્રયજન્ય શેષવત અનુમાન છે. જો કે અગ્નિ અને ધૂમમાં કાર્ય-કારણ ભાવ છે પણ લોકમાં ધૂમાડો અગ્નિના આશ્રયે રહે છે, તેવું પ્રસિદ્ધ હોવાથી આશ્રયાનુમાનમાં સૂત્રકારે તેનું ઉદાહરણ આપ્યું છે.
દષ્ટ સાધર્રવત્ અનુમાન પ્રરૂપણ -
२२ से किं तं दिवसाहम्मवं ? दिदुसाहम्मवं दुविहं पण्णत्तं, तं जहासामण्णदिटुं च विसेसदिटुं च । ભાવાર્થ - પ્રશ્ન-દષ્ટ સાધર્મવત્ અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-દષ્ટ સાધર્યવત્ અનુમાનના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – સામાન્યદષ્ટ અને વિશેષદષ્ટ. २३ से किं तं सामण्णदिट्ठ?
सामण्णदिटुं जहा एगो पुरिसो तहा बहवे पुरिसा, जहा बहवे पुरिसा तहा एगो पुरिसो, जहा एगो करिसावणो तहा बहवे करिसावणा, जहा बहवे करिसावणा तहा एगो करिसावणो । से तं सामण्णदिटुं । ભાવાર્થ :- પ્રશ્ન- સામાન્ય દષ્ટ અનુમાનનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- સામાન્ય ધર્મના આધારે એકને જોઈ તત્સદશ અનેકનું અને અનેકને જોઈ એકનું સામાન્ય ધર્મથી જ્ઞાન થાય તેને સામાન્ય દષ્ટ અનુમાન કહે છે. જેવો એક પુરુષ હોય છે તેવા અનેક પુરુષ હોય છે. જેવા અનેક પુરુષ હોય છે તેવો એક પુરુષ હોય છે, જેવો એક કાર્દાપણ (સિક્કો)તેવા અનેક કાર્દાપણ અને જેવા અનેક કાર્દાપણ તેવો એક કાર્દાપણ હોય છે. |२४ से किं तं विसेसदिटुं ? _ विसेसदिटुं- से जहाणामए केइ पुरिसे कंचि पुरिसं बहूणं पुरिसाणं मज्झे पुव्वदिटुं पच्चभिजाणेज्जा- अयं से पुरिसे, बहूणं वा करिसावणाणं मज्झे पुव्वदिटुं करिसावणं पच्चभिजाणिज्जा अयं से करिसावणे । तस्स समासओ तिविहं गहणं भवइ, तं जहा- तीतकालगहणं पडुप्पण्णकालगहणं अणागयकालगहणं ।