________________
[ ૪ર૬ ]
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- રસગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- રસગુણ પ્રમાણના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– તીખોરસ યાવત મધુરરસ. આ રસ ગુણ પ્રમાણનું સ્વરૂપ જાણવું. ७ से किं तं फासगुणप्पमाणे ?
फासगुणप्पमाणे अट्ठविहे पण्णत्ते, तं जहा- कक्खडफासगुणप्पमाणे जाव लुक्खफासगुणप्पमाणे । से त फासगुणप्पमाणे । ભાવાર્થ :- પ્રશ્ન- સ્પર્શગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-સ્પર્શ ગુણપ્રમાણના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- કર્કશ સ્પર્શ થાવ રુક્ષ સ્પર્શ. આ સ્પર્શગુણ પ્રમાણનું સ્વરૂપ જાણવું. ८ से किं तं संठाणगुणप्पमाणे ?
संठाणगुणप्पमाणे पंचविहे पण्णत्ते, तं जहा- परिमंडलसंठाणगुणप्पमाणे जाव आययसंठाणगुणप्पमाणे । से तं संठाणगुणप्पमाणे । से तं अजीवगुणप्पमाणे। ભાવાર્થ :- પ્રશ્ન- સંસ્થાન ગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંસ્થાન ગુણ પ્રમાણના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પરિમંડલ સંસ્થાન યાવત આયત સંસ્થાન. આ સંસ્થાનગુણ પ્રમાણનું સ્વરૂપ છે. આ અજીવ ગુણ પ્રમાણનું સ્વરૂપ વર્ણન છે. વિવેચન :
આ સૂત્રો દ્વારા સૂત્રકારે અજીવ ગુણ પ્રમાણનું વર્ણન કર્યું છે. પ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ ભાવ-ક્રિયા, કરણ અને કર્મ, આ ત્રણ સાધનોમાં થાય છે. ભાવ સાધન વ્યુત્પત્તિ પક્ષમાં ગુણોને જાણવારૂપ પ્રમિતિ, જાણવા રૂપ ક્રિયા પ્રમાણ છે. આ વ્યુત્પત્તિ અનુસાર ગુણ સ્વયં પ્રમાણભૂત નથી પરંતુ જાણવા રૂપ ક્રિયા ગુણોમાં થાય છે. તે બંનેમાં અભેદોપચારથી ગુણોને પ્રમાણ માનેલ છે.
કરણ સાધન વ્યુત્પત્તિ પક્ષમાં ગુણો દ્વારા દ્રવ્ય જણાય છે માટે ગુણ પ્રમાણભૂત છે. કર્મ સાધન વ્યુત્પત્તિ પક્ષમાં ગુણ ગુણરૂપે જણાય છે માટે ગુણ પ્રમાણ છે.
આ સૂત્રોમાં અજીવ ગુણ પ્રમાણનું જે વર્ણન છે, તે મૂર્ત પુદ્ગલ દ્રવ્યના ગુણ પ્રમાણનું વર્ણન છે. ધર્માસ્તિકાય વગેરે અજીવ દ્રવ્યના ગુણ અમૂર્ત છે, તે દષ્ટિગોચર થતાં નથી, તેથી ઉદાહરણ રૂપે પુગલના