________________
[ ૪૨૪]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
' સત્યાવીસમું પ્રકરણ ભાવપ્રમાણ - પ્રત્યક્ષાદિપ્રમાણ
ભાવ પ્રમાણ નિરૂપણ - | १ से किं तं भावप्पमाणे ?
भावप्पमाणे तिविहे पण्णत्ते, तं जहा- गुणप्पमाणे णयप्पमाणे संखप्पमाणे ।
ભાવાર્થ :- પ્રશ્ન- ભાવ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- ભાવ પ્રમાણ ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે– (૧) ગુણ પ્રમાણ (૨) નય પ્રમાણ (૩) સંખ્યા પ્રમાણ.
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે ભાવ પ્રમાણનું સ્વરૂપ તથા ભેદોનું કથન કર્યું છે. પવન ભવઃ' આ વ્યુત્પત્તિ અનુસાર હોવા પણું તે ભાવ કહેવાય છે. ભાવ એટલે સચેતન–અચેતન વસ્તુના પરિણામ. સચેતનના પરિણામ જ્ઞાનાદિરૂપ છે અને અચેતન વસ્તુના પરિણામ વર્ણાદિરૂપ છે. વિદ્યમાન પદાર્થોના વર્ણાદિ અને જ્ઞાનાદિ પરિણામોને ભાવ કહેવામાં આવે છે અને આ વર્ણાદિ પરિણામોનો બોધ જેના દ્વારા થાય તે ભાવ પ્રમાણ કહેવાય છે. આ ભાવ પ્રમાણના ત્રણ પ્રકાર છે– (૧) ગુણ પ્રમાણ (૨) નય પ્રમાણ (૩) સંખ્યા પ્રમાણ. (૧) ગુણપ્રમાણ:- ગુણથી દ્રવ્યોનું જ્ઞાન થાય છે અથવા ગુણો દ્વારા ગુણોનું ગુણરૂપ જ્ઞાન થાય છે. તેથી ગુણપ્રમાણ કહેવાય છે. (૨) નયપ્રમાણ – અનંત ધર્માત્મક વસ્તુના એક ધર્મને પ્રધાન કરી વસ્તુને જાણવી તે નય પ્રમાણ છે. (૩) સંખ્યા પ્રમાણ – સંખ્યા એટલે ગણના કરવી, ગણનાનું જ્ઞાન જેના દ્વારા થાય તે સંખ્યા પ્રમાણ છે.
ગુણ પ્રમાણ :| २ से किं तंगुणप्पमाणे ? गुणप्पमाणे दुविहे पण्णत्ते, तं जहा- जीवगुणप्पमाणे