________________
પ્રકરણ ૨૬/બઢ મુક્ત શરીર
૩૯૫ ]
મનુષ્ય કે તિર્યંચ જેટલો સમય વૈક્રિય શરીર બનાવે તેટલો સમય બદ્ધ હોય છે અને તે શરીર છૂટી જાય પછી તે મુક્ત વૈક્રિય શરીર કહેવાય છે. વૈકિય શરીર પરિમાણ:- બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. મુક્ત વૈક્રિય શરીર અનંત છે. કાળથી બદ્ધ વૈકિય શરીર :- કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીના જેટલા સમય તેટલા બદ્ધ વૈક્રિય શરીર છે. સમયે સમયે એક બદ્ધ વૈક્રિય શરીરને દૂર કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી વ્યતીત થઈ જાય. ક્ષેત્રથી બદ્ધ વૈકિય શરીર - ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણી પ્રમાણ બદ્ધ વૈક્રિય શરીર છે. તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી. તેનો અર્થ એ થયો કે ઘનીકૃત લોકના પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણીઓ હોય અને તે શ્રેણીઓમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા બદ્ધ વૈક્રિય શરીર જાણવા. મક્ત વૈકિય શરીર પરિમાણ :- મુક્ત વૈક્રિય શરીર અનંત છે. ઔદારિક મુક્ત શરીરની જેમ જ અહીં કાળ અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી–અવસર્પિણીના સમય પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ, અને દ્રવ્યથી અભવ્ય જીવોથી અનંતગુણ અધિક અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ મુક્ત વૈક્રિય શરીર જાણવા. આહારક શરીર સંખ્યા પરિમાણ :१३ केवइया णं भंते ! आहारगसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बील्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं सिय अत्थि सिय णत्थि, जइ अत्थि जहण्णेणं एगो वा दो वा तिण्णि वा, उक्कोसेणं सहस्सपुहत्तं । मुक्केल्लया जहा
ओरालियसरीरस्स मुक्केल्लया तहा भाणियव्वा । શબ્દાર્થ -સિય સ્થિ= કદાચિતુ હોય, સિય Oિ = કદાચિતું ન હોય, ગ = જો (જ્યારે), અસ્થિ = હોય, સદસપુદુત્ત = અનેક હજાર હોય છે, સહસ પૃથ7. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીર કેટલા કહ્યા છે? - ઉત્તર- હે ગૌતમ! આહારક શરીર બે પ્રકારના છે–બદ્ધ અને મુક્ત. તેમાંથી બદ્ધ આહારક શરીર ક્યારેક હોય, ક્યારેક ન હોય. જ્યારે હોય ત્યારે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર[બે થી નવ હજાર) હોય.
મુક્ત આહારક શરીર અનંત છે. તે ઔદારિક શરીર પ્રમાણે જાણવા.