________________
| પ્રકરણ ૨૪/ચારગતિની સ્થિતિ
| ૩૬૭ |
સંમૂર્છાિમ મનુષ્યની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની છે.
ગર્ભજ મનુષ્યોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. અપર્યાપ્ત ગર્ભ મનુષ્યની જઘન્ય–ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્ત ગર્ભજ મનુષ્યની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે. વિવેચન :
આ સૂત્રમાં મનુષ્યની સ્થિતિ વર્ણવી છે. મનુષ્યગતિમાં માતા-પિતાના શુક્ર-શોણિતના મિશ્રણથી જે જીવો ઉત્પન્ન થાય તે ગર્ભજ મનુષ્ય કહેવાય છે અને ગર્ભજ મનુષ્યના (મળ, મૂત્ર) લોહી, પરુ વગેરે ૧૪ પ્રકારના અશુચિના સ્થાનમાં પુદ્ગલોને ગ્રહણ કરી જે જીવ ઉત્પન્ન થઈ જાય તે સંમૂર્છાિમ મનુષ્ય કહેવાય છે. સંમૂર્છાિમ મનુષ્યો પર્યાપ્તા થતાં નથી. અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે. તેની જઘન્ય, ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે. ગર્ભજ મનુષ્યના અપર્યાપ્તાની સ્થિતિ પણ જઘન્ય–ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ગર્ભજ મનુષ્યના પર્યાપ્તાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે, તે દેવકુ ઉત્તરકુરુ ભોગભૂમિની અપેક્ષાએ સમજવી તથા ભરત–ઐરવત ક્ષેત્રમાં કાળપરિવર્તન થાય છે. તેમાં સુષમ-સુષમા નામના પ્રથમ આરાની અપેક્ષાએ સમજવી.
મનુષ્યની સ્થિતિ નામ | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ અપર્યા. સંમૂર્છાિમ મનુષ્ય અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત અપર્યા. ગર્ભજ મનુષ્ય
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત પર્યા. ગર્ભજ મનુષ્ય અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્તન્યૂન ૩ પલ્યોપમ
ક્રમ
વ્યંતર દેવોની સ્થિતિ :२२ वाणमंतराणं भंते ! देवाणं केवइयकालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं दसवाससहस्साई उक्कोसेणं पलिओवमं ।
वाणमंतरीणं भंते ! देवीणं केवइयकालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं दसवाससहस्साई उक्कोसेणं अद्धपलिओवम। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! વાણવ્યંતરદેવોની સ્થિતિ કેટલા કાળની છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમની છે.