________________
[ ૨૮૪]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
' ઓગણીસમું પ્રકરણ ઉપક્રમહારનો ત્રીજો ભેદ – પ્રમાણ
[દ્રવ્ય પ્રમાણ]
પ્રમાણના દ્રવ્યાદિ ચાર પ્રકાર :
१ से किं तं पमाणे ? पमाणे चउव्विहे पण्णत्ते, तं जहा- दव्वप्पमाणे, खेत्तप्पमाणे, कालप्पमाणे, भावप्पमाणे । ભાવાર્થ :- પ્રશ્ન- પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પ્રમાણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્યપ્રમાણ, (૨) ક્ષેત્રપ્રમાણ, (૩) કાળ પ્રમાણ અને (૪) ભાવપ્રમાણ.
વિવેચન :
શબ્દકોષમાં પ્રમાણના અનેક અર્થ પ્રાપ્ત થાય છે, જેમ કે– યથાર્થજ્ઞાન, યથાર્થજ્ઞાનના સાધન, નાપ, માપ, પરિમાણ, સંખ્યા, સત્યરૂપે જેનો સ્વીકાર કરાય, નિશ્ચય, પ્રતીતિ, મર્યાદા, માત્રા, સાક્ષી વગેરે.
પ્રમાણનો વ્યુત્પત્તિ અર્થ બતાવતા શાસ્ત્રકારો કહે છે પ્રમાણ = પ્રમાણ. આ બે શબ્દથી પ્રમાણ શબ્દ બને છે. માણ એ માડુ ધાતુ પરથી બનેલ શબ્દ છે. તે અવબોધ (જ્ઞાન) અને માન અર્થ સૂચવે છે. પ્ર ઉપસર્ગ વિશેષ અર્થમાં પ્રયુક્ત થયો છે. આ રીતે પ્રમાણનો અર્થ થયો વિશેષ પ્રકારે જ્ઞાન, માપ અથવા નાપ, પ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ ચાર રીતે કરવામાં આવે છે. (૨) પ્રમોતિ પ્રમાણમ્ - કર્તાસાધન વ્યુત્પત્તિ અનુસાર પ્રમાણ એટલે જે સારી રીતે માન કરે છે–વસ્તુ સ્વરૂપનો નિશ્ચય કરે છે તે આત્મા.
(૨) નીચોડને પ્રમાણમ્ - કરણ સાધન વ્યુત્પતિ અનુસાર પ્રમાણ એટલે જેના દ્વારા માન કરાય છે. (૩) મિત્ર પ્રમાણમ્ - ક્રિયા સાધન વ્યુત્પતિ અનુસાર પ્રમાણ એટલે માન કરવું તે પ્રમાણ અર્થાત્ વસ્તુ સ્વરૂપને જાણવું.