________________
૨૦૨
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વિવેચન :
શબ્દની જે વ્યુત્પત્તિ બતાવવામાં આવે તે નિરુક્તિ કહેવાય છે અથવા ક્રિયા, કારક, ભેદ, પર્યાયવાચી શબ્દ દ્વારા શબ્દાર્થનું કથન તે નિરુક્તિ કહેવાય. નિરુક્તિ નિષ્પન્ન નામ નિરુક્તિજ કહેવાય. ઉદાહરણમાં આવેલ 'મહિષ' વગેરે નામ સંસ્કૃત વ્યાકરણના પૃષોદરાદિ ગણથી સિદ્ધ થાય છે. આ રીતે નિરુક્તિ, ભાવપ્રમાણનું વર્ણન પૂર્ણ થતાં દશમું પ્રમાણનામ પૂર્ણ થાય છે. દસનામની વક્તવ્યતા પૂર્ણ થતાં અનુયોગના પ્રથમ દ્વાર ઉપક્રમના બીજા ભેદ નામદ્વારની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
॥ પ્રકરણ-૧૮ સંપૂર્ણ ॥