________________
૨૦૬
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
अग्गि पयावइ सोमे, रुद्दे अदिती बहस्सई सप्पे, पिति भग अज्जम सविया, तट्ठा वायू य इंदग्गी ॥८९॥
मित्तो इंदो णिरिती, आऊ विस्सो य बंभ विहू य । वसु वरुण अय विवद्धी, पूसे आसे जमे चेव ॥९०॥ ભાવાર્થ :- પ્રશ્ન- દેવનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નક્ષત્રના અધિષ્ઠાતા દેવના નામ ઉપરથી નામ સ્થાપવામાં આવે તો તે દેવનામ કહેવાય. જેમકે કૃતિકાનક્ષત્રના અધિષ્ઠાતા દેવ અગ્નિ છે. અગ્નિ દેવથી અધિષ્ઠિત નક્ષત્રમાં જન્મેલ બાળકનું નામ આગ્નિક, અગ્નિદત્ત, અગ્નિધર્મ, અગ્નિશર્મ, અગ્નિદાસ, અગ્નિસેન, અગ્નિરક્ષિત વગેરે રાખવું. આ જ પ્રમાણે અન્ય સર્વ નક્ષત્રના દેવના નામ પરથી સ્થાપિત નામને દેવ સ્થાપન પ્રમાણ નામ કહેવામાં આવે છે.
નક્ષત્રના અધિષ્ઠાતા દેવના નામની સંગ્રહ ગાથા. (૧) અગ્નિ, (૨) પ્રજાપતિ, (૩) સોમ, (૪) રુદ્ર, (પ) અદિતિ, (૬) બૃહસ્પતિ, (૭) સર્પ, (૮) પિતા, (૯) ભગ, (૧૦) અર્યમા, (૧૧) સવિતા, (૧૨) ત્વષ્ટા, (૧૩) વાયુ, (૧૪) ઈન્દ્રાગ્નિ, (૧૫) મિત્ર, (૧૬) ઈન્દ્ર, (૧૭) નિશ્રુતિ, (૧૮) અમ્ભ, (૧૯) વિશ્વ, (૨૦) બ્રહ્મા, (૨૧) વિષ્ણુ, (૨૨) વસુ, (૨૩) વરુણ, (૨૪) અજ, (૨૫) વિવદ્ઘિ, (૨૬) પૂષા, (૨૭) અશ્વ (૨૮) યમ. આ ૨૮ નક્ષત્રદેવના નામ જાણવા.
વિવેચન :
અગ્નિદેવથી અધિષ્ઠિત કૃત્તિકા નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિના નામમાં નક્ષત્રને ગૌણ કરી, દેવનામ મુખ્ય કરી અગ્નિદત્ત વગેરે નામ સ્થાપવામાં આવે. તે જ રીતે પ્રજાપતિ વગેરે દેવનામ પરથી સ્થાપિત નામ સમજવા. ગાથા કથિત અઠ્ઠાવીસ દેવ ક્રમથી અઠ્ઠાવીસ નક્ષત્રના અધિષ્ઠાયક છે તેમ સમજવું.
કુળનામ :
६ से किं तं कुलणामे ? कुलणामे- उग्गे भोगे राइण्णे खत्तिए इक्खागे णाये कोरव्वे । से तं कुलणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન- કુળનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જે નામનો આધાર કુળ હોય તે નામ કુળનામ કહેવાય છે, જેમકે ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય, ઈક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય વગેરે.
વિવેચન :
પિતાના વંશને કુળ કહેવામાં આવે છે. કોઈ પ્રમુખ વ્યક્તિ કે પ્રસંગ વિશેષથી કુળનું નામ સ્થાપિત