________________
[ ૨૫૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર |
पाहण्णयाए- असोगवणे सत्तपण्णवणे चंपकवणे चूयवणे णागवणे पुण्णागवणे उच्छुवणे दक्खवणे सालवणे । से तं पाहण्णयाए । ભાવાર્થ :- પ્રશ્ન– પ્રધાનપદનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પ્રધાનપદનિષ્પન્નનામ આ પ્રમાણે છે. અશોકવન, સપ્તપર્ણવન, ચંપકવન, આમ્રવન, નાગવન, પુન્નાગવન, ઈક્ષુવન, દ્રાક્ષવન, શાલવન. આ સર્વ પ્રધાનપદ નિષ્પન્ન નામ જાણવા.
વિવેચન :
જેની બહુલતા હોય, જે મુખ્ય હોય તે પ્રધાન કહેવાય છે. તે પ્રધાનતાની અપેક્ષાએ જે નામનું કથન કરાય તે પ્રધાનપદ નિષ્પન્ન નામ કહેવાય. જેમકે કોઈ વનમાં અશોક વૃક્ષ ઘણા હોય, બીજા વૃક્ષ હોય પણ અલ્પ હોય તો તે 'અશોકવન' તરીકે પ્રસિદ્ધ થાય છે. 'અશોકવન' એ નામ પ્રધાનપદનિષ્પન્નનામ કહેવાય.
ગૌણનામ અને પ્રધાનપદ નિષ્પન્ન નામ ભિન્ન-ભિન્ન છે. ગૌણનામમાં તે તે ક્ષમાદિ ગુણ શબ્દના વાચ્ય અર્થમાં સંપૂર્ણરૂપે ઘટિત થાય છે. ક્ષમણમાં ક્ષમા ગુણ સંપૂર્ણતયા રહે છે જ્યારે પ્રધાનપદ નામમાં વાચ્યાર્થીની મુખ્યતા અને શેષની ગૌણતા રહે છે. તેનો અભાવ નથી હોતો. 'અશોકવન'માં અશોકવૃક્ષની પ્રધાનતા-પ્રચુરતા હોવા છતાં અન્યવૃક્ષોનો અભાવ નથી.
અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામ :| ७ से किं तं अणादियसिद्धतेणं ?
अणादियसिद्धतेणं- धम्मत्थिकाए अधम्मत्थिकाए आगासत्थिकाए जीवत्थिकाए पोग्गलत्थिकाए अद्धासमए । से तं अणादियसिद्धतेणं । ભાવાર્થ - પ્રશ્ન- અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અનાદિ સિદ્ધાંત નિષ્પન્ન નામ આ પ્રમાણે છે- ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય-કાળ. એ અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામ જાણવા.
વિવેચન :
અનાદિકાલીન વાચ્ય–વાચક ભાવના જ્ઞાનને સિદ્ધાન્ત કહેવામાં આવે છે. શબ્દ વાચક છે અને તે શબ્દ જે પદાર્થનો બોધ કરાવે તે વાચ્ય કહેવાય. અનાદિકાળથી ધર્માસ્તિકાય શબ્દ(વાચક) ચલન સહાયક