________________
'પ્રકરણ ૧૨/સાત નામ - સાત સ્વર
|
[ ૨૨૫]
બારમું પ્રકરણ સાત નામમાં સાત સ્વર
સાત સ્વરોનું સ્વરૂપ :| १ से किं तं सत्तणामे ? सत्तणामे सत्त सरा पण्णत्ता, तं जहा
सज्जे रिसभे गंधारे मज्झिमे पंचमे सरे ।
धेवए चेव णेसाए सरा सत्त वियाहिया ॥२५॥ ભાવાર્થ :- પ્રશ્ન– સપ્તનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સપ્તનામમાં સાત પ્રકારના સ્વર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ષડજ (૨) ઋષભ (૩) ગાંધાર (૪) મધ્યમ (૫) પંચમ (૬) ધૈવત (૭) નિષાદ. વિવેચન :
પુરુષોની ૭ર કળા અને સ્ત્રીઓની ૬૪ કળાઓમાં ગીત, સંગીત, વાદન વગેરેનો સમાવેશ થાય છે. તેથી સૂત્રકારે આ સપ્તનામમાં સાત સ્વરોનું વર્ણન કર્યું છે. સ્વર એ વિશેષ ધ્વનિરૂપ છે. તે સાત સ્વરોના લક્ષણ આ પ્રમાણે છે. (૧) ષજ સ્વર – કંઠ, વક્ષસ્થલ, તાલુ, જિહા, દાંત અને નાસિકા, આ છ સ્થાનના સંયોગથી જે સ્વર ઉત્પન્ન થાય તે ષડુજ કહેવાય છે.
૨) અષભ સ્વર - ઋષભ એટલે બળદ. નાભિથી ઉત્થિત થઈ કંઠ અને મસ્તક સાથે અથડાયને પ્રગટ થતા, ઋષભની ગર્જના જેવા સ્વરને ઋષભ કહે છે.
(૩) ગાંધાર સ્વર :- ગંધવાહક સ્વર. નાભિથી ઉત્થિત, કંઠ અને હૃદય સમાહત(અથડાયેલ) અને વિવિધ ગંધોના વાહક સ્વરને ગાંધાર કહે છે.
(૪) મધ્યમ સ્વર – મધ્યમ ભાગથી ઉત્પન્ન થાય તે સ્વર અર્થાતુ નાભિથી ઉત્પન્ન થઈ જે સ્વર ઉર અને હદયથી સમાહત થઈ ફરી નાભિ પ્રદેશમાં આવેલ વાયુ દ્વારા ઉચ્ચ નાદરૂપે પ્રગટે તે મધ્યમ સ્વર કહેવાય છે.
(૫) પંચમ સ્વર – નાભિ સ્થાનથી ઉત્પન્ન વાયુ, વક્ષસ્થળ, હૃદય, કંઠ અને મસ્તકમાં વ્યાપ્ત થઈ