________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
અનુયોગદ્વાર જૈન વાડમયમાં નિરાળું સ્થાન ધરાવે છે. જૈન તત્ત્વજ્ઞાન કે જૈનદર્શનનો જે વૈચારિક વિભાગ છે તે સંપૂર્ણ વિભાગનો આધાર મૂળ ચાર નિક્ષેપ છે.
જૈન શાસ્ત્રકાર ભૌતિક પદાર્થનો કે વિશ્વગત દ્રવ્યનો વિચાર કરે છે ત્યારે તેને સાંગોપાંગ સમજવા માટે મુખ્યત્વે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર પાયાનો પુરો ઉપયોગ કરે છે.
કેવળ પદાર્થને જ નહીં પરંતુ પદાર્થ માટે વપરાતા શબ્દોનો પણ સાથે સાથે એટલો જ ઊંડો વિચાર કરે છે. ફક્ત પદાર્થ નહી પરંતુ કોઈપણ ભાવતત્ત્વોને સમજવા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હોય તે શબ્દોનો પણ પૂર્ણ રીતે વિચાર કરે છે અને આ શબ્દ વિચારને નામ નિક્ષેપમાં ગોઠવી પદાર્થથી તેનું વિભાજન કરે છે.
ત્યાર બાદ શબ્દ અને શબ્દના અર્થને "નય" ના ત્રાજુથી તોળે છે. ત્યાર બાદ શબ્દનો જે અર્થ નીકળતો હોય, તે અર્થના ભાવને સાક્ષાત્ સમજનારને ઉપયોગ યુક્ત જ્ઞાતા કહે છે.
આ માટે શબ્દ વાપર્યા છે નાણા ૩૧૩ો અર્થાત્ જ્ઞાયક તે ઉપયોગવાન હોય તેવો સ્પષ્ટ અર્થ તારવીને અનુયોગદ્વારમાં પ્રારંભના પ્રકરણમાં જ ફેંસલો આપ્યો છે કે- ને મyવસરે રે ? નાણE I ને નાગણ તે મળવત્તે અર્થાત્ જાણનાર ઉપયોગ રહિત ન હોય અને જે ઉપયોગ રહિત હોય તે જાણનાર ન હોય, આ રીતે અંતિમ બોલનો વિચાર કરી બાકીના બધા ભાવોને પોતાની રીતે ગોઠવ્યા છે. જેમકે– (૧) નામથુત (૨) સ્થાપના શ્રુત (૩) દ્રવ્યશ્રત (૪) ભાવશ્રત. તેમાં દ્રવ્યશ્રુતમાં (૧) આગમ દ્રવ્યશ્રુત અને (૨) નોઆગમ દ્રવ્યશ્રત એ બે ભેદ છે. તેમાં પણ નોઆગમ દ્રવ્યશ્રુતના (૧) ટ્યુત ચૈતન્ય શરીર (૨) ભાવિ ચેતન્ય શરીર અને (૩) એ બંનેથી વ્યતિરિક્ત, એમ ત્રણ ભેદ પાડેલા છે તથા ભાવશ્રુતના બે ભેદ છે– (૧) આગમથી ભાવશ્રુત અને (૨) નોઆગમથી ભાવૠત. અહીં આગમથી ભાવસૃત એ જ્ઞાનનો અંતિમ
21