________________
૧૯૬]
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- પંચનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પંચ નામ પાંચ પ્રકારે છે, જેમ કે– નામિક, નૈપાતિક, આખ્યાતિક, ઔપસર્ગિક અને મિશ્ર. 'અશ્વ'એ નામિકનામનું, 'ખલુ'એ નૈપાતિકનામનું, ધાવતિ' એ આખ્યાતિક નામનું, 'પરિ' ઔપસર્ગિક નામનું અને સંયત'એ મિશ્રનામનું ઉદાહરણ છે.
વિવેચન :
આ સુત્રમાં પાંચનામના પાંચ પ્રકારનો નિર્દેશ છે. નામિક વગેરે પાંચનામમાં સમસ્ત શબ્દોનો સંગ્રહ થઈ જાય છે.
(૧) નામિકનામ:- સમસ્ત શબ્દો કોઈને કોઈ વસ્તુના વાચક હોય છે. વસ્તુવાચક શબ્દ નામિક નામ કહેવાય છે. જેમકે 'અશ્વ' શબ્દ પ્રાણી વિશેષને સૂચવે છે. (૨) નૈપાતિકનામ:-વ્યાકરણ શાસ્ત્રમાં કેટલાક શબ્દોને 'નિપાત' સંજ્ઞા આપવામાં આવી છે. તે નૈપાતિક નામ કહેવાય. જેમ કે 'ખલુશબ્દનો 'નિપાતની સૂચિમાં પાઠ છે. (૩) આખ્યાતિકનામ :- ક્રિયાપદ-ક્રિયા સૂચક શબ્દ આખ્યાતિક કહેવાય છે. ધાવ' શબ્દ દોડવારૂપ ક્રિયાને સૂચવે છે માટે તે આખ્યાતિક નામ છે. (૪) ઔપસર્ગિકનામ:- વ્યાકરણ શાસ્ત્રમાં પરિ, અપુ, પ્ર, સમ વગેરે ઉપસર્ગ કહેવાય છે. તે શબ્દની આગળ લાગે છે અને નૂતન શબ્દ બને છે. જેમકે પરિગ્રહ, પરિવર્તન તે ઔપસર્ગિક નામ છે.
(૫) મિશ્રનામ :- નામિક–પસર્ગિક વગેરે ઉપરોક્ત ચારમાંથી બે, ત્રણ આદિ શબ્દ સાથે જોડાવાથી જે નામ બને તે મિશ્રનામ કહેવાય છે. જેમકે સયત’ શબ્દ સમ ઉપસર્ગ અને યતુ ધાતુના સંયોગથી બન્યો છે અર્થાત્ ઔપસર્ગિક અને આખ્યાતિક બેના મિશ્રણથી સંયત શબ્દ બન્યો છે.
ચાર નામ અને પાંચ નામમાં વ્યાકરણનો વિષય હોવાથી મૂલપાઠમાં ઉદાહરણરૂપ શબ્દો સંસ્કૃતમાં આપવામાં આવ્યા છે. આ રીતે આ અનુયોગ દ્વાર સૂત્રમાં અનેક સ્થળે માત્ર ઉદાહરણરૂપે સંસ્કૃત શબ્દોનો પ્રયોગ છે.
I પ્રકરણ-૧૦