________________
પ્રકરણ ૧૦ એક થી પાંચ નામ _.
[ ૧૮૧] अविसेसिए गब्भवक्कंतियमणुस्से, विसेसिए पज्जत्तयगब्भवक्कंतियमणुस्से य अपज्जत्तयगब्भवक्कतियमणुस्से य । ભાવાર્થ - મનુષ્ય આ નામને અવિશેષનામ માનવામાં આવે તો સંમૂર્છાિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય વિશેષ કહેવાય.
સંમૂર્છાિમ મનુષ્યને અવિશેષ માનવામાં આવે તો પર્યાપ્તા સમૂમિ મનુષ્ય અને અપર્યાપ્તા સંમૂર્છાિમ મનુષ્ય વિશેષ કહેવાય.
ગર્ભજ મનુષ્ય અવિશેષનામ કહેવાય તો પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને અપર્યાપ્તા ગર્ભજ મનુષ્ય વિશેષ કહેવાય. વિવેચન :
આ સૂત્રમાં મનુષ્યનું સામાન્ય-વિશેષરૂપે કથન કરવામાં આવ્યું છે. મનુષ્યના બે ભેદ છે. ગર્ભજ અને સંમૂચ્છિમ. ગર્ભજ મનુષ્યઃ- માતા-પિતાના સંયોગથી, ગર્ભ દ્વારા જે મનુષ્ય જન્મ પામે તે. સંમૂર્છાિમ મનુષ્ય – મનુષ્યના મળ, મૂત્રાદિ ચૌદ અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થાય તે.
સૂત્રમાં સંમૂર્છાિમ મનુષ્યને સામાન્ય-અવિશેષરૂપ ગણાવી તેના બે ભેદ પર્યાપ્ત અને અપર્યાપ્તને વિશેષ કહ્યા છે. અહીં એટલું યાદ રાખવું આવશ્યક છે કે સંમૂર્છાિમ મનુષ્યના પર્યાપ્તનો ભંગ શૂન્ય છે. સંમૂર્છાિમ મનુષ્ય અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે. પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત કરતા નથી. વિશેષિત અવિશેષિત દેવ :११ अविसेसिए देवे, विसेसिए भवणवासी वाणमंतरे जोइसिए वेमाणिए य ।
अविसेसिए भवणवासी, विसेसिए असुरकुमारे । एवं णागसुवण्णविज्जु अग्गिदीवउदधिदिसावाउथणियकुमारे । सव्वेसि पि अविसेसिय-विसेसिय पज्जत्तय-अपज्जत्तयभेया भाणियव्वा । ભાવાર્થ :- દેવને અવિશેષનામ રૂપે સ્વીકારવામાં આવે તો ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વિમાનિક વિશેષનામ કહેવાય છે.
ભવનપતિ દેવને અવિશેષ નામ તરીકે સ્વીકારવામાં આવે તો અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુત્યુમાર, અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર, તે વિશેષ