________________
[ ૧૩૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- એકથી શરૂ કરી, એક–એકની વૃદ્ધિ કરતાં ત્રણ પર્વતની રાશિને પરસ્પર ગુણવાથી જે અભ્યસ્તરાશિ આવે તેમાંથી આદિ અને અંતના બે ભંગને બાદ કરતાં જે રાશિ આવે તેટલા અનાનુપૂર્વીના ભંગ કહેવાય છે.
વિવેચન :
આ સૂત્રોમાં ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અનૌપનિધિનીમાં આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય એમ ત્રણ ભેદ છે. જ્યારે અહીં ઔપનિધિનીમાં-પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી એવા ત્રણ ભેદ કર્યા છે. અહીં ત્રણ લોકના આધારે ત્રણે આનુપૂર્વીનું સ્વરૂપ સમજાવ્યું છે.
ચૌદરાજુ લાંબા આ લોકના રત્નપ્રભા પૃથ્વીના સમભૂમિ ભાગવાળા ક્ષેત્ર અને મેરુપર્વતની મધ્યના ક્ષેત્રમાં આકાશ દ્રવ્યના આઠ રુચકપ્રદેશ છે. તે રુચક પ્રદેશથી નીચે–અધોદિશામાં નવસો યોજન પછીના ક્ષેત્રને અધોલોક, ઉર્ધ્વદિશામાં નવસો યોજનથી ઉપરના ક્ષેત્રને ઉર્ધ્વલોક અને વચ્ચેના ૧૮00 યોજન- વાળા ક્ષેત્રને મધ્યલોક કહેવામાં આવે છે. તેનો તિરછો વિસ્તાર વધુ હોવાથી તેને તિર્યકુ લોક પણ કહેવામાં આવે છે.
સામાન્ય રીતે મેરુની અધોદિશામાં હોવાથી અધોલોક, ઉર્ધ્વદિશામાં હોવાથી ઉદ્ગલોક અને તે બંનેની મધ્યમાં હોવાથી મધ્યલોક કહેવાય છે પરંતુ આ ત્રણે લોકના નામકરણનું વિશેષ કારણ જણાવતા વ્યાખ્યાકાર કહે છે કે 'અધઃ' શબ્દનો અર્થ છે અશુભ. ક્ષેત્ર પ્રભાવથી જ જે ક્ષેત્રમાં અશુભ પરિણમનવાળા પુદ્ગલ દ્રવ્ય વધુ છે, તે અધોલોક તરીકે ઓળખાય છે. જે ક્ષેત્રમાં શુભ પરિણમનવાળા પુદ્ગલદ્રવ્યો વધુ છે, તે ક્ષેત્ર ઉર્ધ્વલોક તરીકે ઓળખાય છે અને જે ક્ષેત્રમાં પ્રાયઃ મધ્યમ પરિણમનવાળા પુદ્ગલ દ્રવ્યો વિશેષ છે, તે ક્ષેત્ર મધ્યલોક તરીકે ઓળખાય છે.
કમવિન્યાસ:- શાસ્ત્રકારે (૧) અધોલોક, (૨) મધ્યલોક અને (૩) ઉર્ધ્વલોક, આ પ્રમાણે ક્રમ બતાવ્યો છે. તે ક્રમ વિન્યાસનું કારણ જણાવતા વ્યાખ્યાકાર કહે છે કે ચૌદ ગુણસ્થાનકમાં જેમ જઘન્ય પરિણામ વાળા મિથ્યાત્વનું પ્રથમ કથન કરાય છે તેમ અહીં અધોલોકમાં જઘન્ય પરિણામવાળા દ્રવ્યનો સંબંધ વિશેષ હોવાથી ક્રમમાં તેને પ્રથમ સ્થાન પ્રાપ્ત થાય છે. તત્પશ્ચાતુ મધ્યમ પરિણામવાળા દ્રવ્યસંયોગથી મધ્યલોકનું અને ઉત્કૃષ્ટ પરિણામવાળા દ્રવ્યસંયોગના કારણે ઉર્ધ્વલોકને અંતમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
અન્યોન્ય અભ્યસ્ત રાશિનું સ્પષ્ટીકરણ :- અહીં અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક એમ ત્રણની શ્રેણી છે તેથી એકથી શરૂ કરી, એક-એક વધારતા ત્રણ સુધી વૃદ્ધિ કરી, ૧.૨.૩ એમ એમ ત્રણની શ્રેણી સ્થાપિત કરી, તેને પરસ્પર ગુણવાથી છ સંખ્યા પ્રાપ્ત થાય છે. તેમાંથી પહેલો અને છેલ્લો ભંગ(પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વીનો છે, તેને બાદ કરી શેષ ચાર ભંગ અનાનુપૂર્વીના સમજવા.
ત્રણ લોકના છ ભંગ આ પ્રમાણે છે