________________
શ્રુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી)
સૂર્ય અસ્ત થાય, અવની પર અંધકાર ફેલાય ત્યારે પ્રકાશ પાથરવાનું કાર્ય દીપક કરે છે, તેમ તીર્થંકર પરમાત્માથી વિહીન આ કાળમાં સંત અને શાસ્ત્ર શાસનના દીપક બનીને રહ્યા છે. આ બંને આધારે જ જિનશાસન ૨૧૦૦૦ વરસ સુધી ટકવાનું છે.
માતુશ્રી લલિતાબેન અને પિતાશ્રી પોપટલાલભાઈએ શાસનના અણમોલા આ બંને દીપકમાં યત્કિંચિત્ દીવેલ પૂરવાનું સત્કાર્ય કર્યું છે. પોતાની સુપુત્રી કુ. ભદ્રા (પૂ. સુબોધિકાબાઈ મ.)ને શાસનના ચરણે સમર્પિત કરી શાસનની સેવા કરી છે.
તેમના સંસ્કાર વારસાને ઉજ્જવળ બનાવતા સુપુત્ર ગિરીશ શાહ અને પુત્રવધુ સૌ. દત્તાબેન અમેરીકામાં પણ ધર્મની સેવા કરી રહ્યા છે. વર્ષોની ભાવનાને સાકાર કરતા મિલપિટસમાં વિશાળ ધર્મસ્થાન – ધર્મસંકુલના નિર્માણમાં તેઓ બંને એ મહત્તમ યોગદાન આપ્યું છે અને જૈના (જૈન ફેડરેશન ઓફ અમેરીકા) માં ફાઉન્ડીંગ મેમ્બર તથા ટ્રેઝરર રૂપે વર્ષોથી સેવા આપી રહ્યા છે.
સુપુત્રી સૌ. લતા શરદ શાહ પણ અમેરીકામાં તપ, જપ, સ્વાધ્યાય દ્વારા જીવનને સફળ બનાવી રહ્યા છે. આકોલા સ્થિત સુપુત્રી સૌ. હર્ષા ભૂપેન્દ્ર મોદી પ્રાણ મહિલા મંડળની બહેનોને અધ્યાત્મ ના સોપાન સર કરાવી રહ્યા છે.
સાધ્વી બનેલા પોતાની સુપુત્રીના આગમ સંપાદન કાર્યની તથા આગમના પ્રકાશનના કાર્યની ગુરુદેવ પૂ. નમ્રમુનિ મ. સા. તથા વીરમતીબાઈ મ. એ ગિરીશભાઈને સોંપેલા શાસ્ત્ર સેવાના કાર્યની અનુમોદના કરીને તથા સ્વયં પોતે આગમ પ્રકાશનમાં શ્રુતાધાર બનીને શાસ્રરૂપી દીપકમાં દીવેલ પૂરી કૃતાર્થ બન્યા છે.
તીર્થ સેવાના કાર્ય કરતા તમે ચતુર્થ તીર્થમાંથી દ્વિતીય તીર્થસ્થાનને પામો, શાસ્ત્રના રહસ્યો તમારે હૈયે પ્રગટ થાય અને આત્મોન્નતિ કરાવે, તેવી ભાવના સહ તમારી બંને પ્રકારની શાસન સેવાના અનેકશઃ ધન્યવાદ.
ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM
7