________________
[ 2 ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ચોથું પ્રકરણ પ્રથમ અનુયોગદ્વાર - ઉપક્રમનો નિક્ષેપ
અનુયોગના ચાર દ્વાર :| १ तत्थ पढमज्झयणं सामाइयं । तस्स णं इमे चत्तारि अणुओगद्दारा भवंति, तं जहा- उवक्कमे, णिक्खेवे, अणुगमे, णए ।
ભાવાર્થ :- આ છ અધ્યયનમાંથી પ્રથમ સામાયિક અધ્યયન છે, તેના આ ચાર અનુયોગદ્વાર છે– (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (૩) અનુગમ (૪) નય.
વિવેચન :
આ સૂત્રમાં સામાયિકના ચાર અનુયોગદ્વાર બતાવ્યા છે. આ આગમનો વણ્ય વિષય આવશ્યકનો અનુયોગ છે' કાવત્સલ્સ અyયોનો (પ્રકરણ–૧, સૂત્ર-૫) તે આવશ્યકના અનુયોગનો પ્રારંભ તેના પ્રથમ અધ્યયન સામાયિકથી પ્રારંભ કરે છે. પર્વવવવ પુખ અક્ષય વિસ્તાર આ સૂત્ર રરના નિર્દેશાનુસાર સૂત્રકાર ચાર અનુયોગથી આવશ્યકના પ્રથમ અધ્યયનની વિચારણાનો પ્રારંભ કરે છે. તાત્પર્ય એ છે કે સૂત્ર ૭ની પ્રતિજ્ઞાનુસાર ક્રમ પ્રાપ્ત અધ્યયનના નિક્ષેપ માટે જ આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયન સામાયિકનું વિસ્તૃત વ્યાખ્યાન ચાર અનુયોગદ્વારોથી પ્રારંભ કરાય છે.
તલ્થ પદનું અાયમાં સામાä :- સામાયિક સમસ્ત ચારિત્રગુણોનો આધાર છે. સામાયિક શારીરિક, માનસિક દુઃખોનો નાશ કરનાર અને મુક્તિનું પ્રધાન કારણ છે. તેથી તેનો પ્રથમ અધ્યયન રૂપે ઉપન્યાસ કરેલ છે.
સામાયિકનો નિરુતાર્થ :- સમગ્ર આયઃ સમાચઃ પ્રયોગનનતિ સામાયિહમ | સર્વ પ્રાણીઓમાં આત્મવત્ દષ્ટિ સંપન્ન, રાગ-દ્વેષ રહિત આત્માના પરિણામને સમ કહે છે. તે સમની 'આર્ય' એટલે પ્રાપ્તિ તે સમાય કહેવાય અથવા જ્ઞાનાદિ ગુણોત્કર્ષનો લાભ તે સમાય. તે જેનું પ્રયોજન છે તેને સામાયિક કહે છે.
- આ સામાયિક અધ્યયનના ચાર અનુયોગ દ્વાર છે. અધ્યયનના અર્થનું કથન કરવાની વિધિનું નામ છે અનુયોગ અથવા સૂત્ર સાથે તેના અનુકૂળ અર્થને સ્થાપિત કરવા–જોડવા તે છે અનુયોગ. તેના