________________
૧૮
અનુયોગધર સ્થવિરોને વંદન
શ્રી નંદી સૂત્ર
(૧-૪). સુધર્મા, જંબૂ, પ્રભવ અને શય્યભવ :
२५
શબ્દાર્થ :- સુહમ્મ અવિસાળ = અગ્નિવેશ્યાયન ગોત્રીય સુધર્મા સ્વામીને, ગંધૂ ખામ ૨ જાસવ = કાશ્યપ ગોત્રીય શ્રી જંબૂસ્વામીને, પમાં બ્વાયળ = કાત્યાયન ગોત્રીય પ્રભવ સ્વામીને, વર્જીસિષ્નમવું તહીં = અને વત્સગોત્રીય શ્રી શય્યભવ સ્વામીને.
सुहम्मं अग्गिवेसाणं, जंबू णामं च कासवं । पभवं कच्चायणं वंदे, वच्छं सिज्जंभवं तहा ॥
ભાવાર્થ:- ભગવાન મહાવીર સ્વામીના પંચમ ગણધર અગ્નિવેશ્યાયન ગોત્રી શ્રી સુધર્માસ્વામી હતા. તેના શિષ્ય કાશ્યપ ગોત્રીય જંબુસ્વામી થયા. તેના શિષ્ય કાત્યાયન ગોત્રીય પ્રભવ સ્વામી થયા અને તેના શિષ્ય વત્સગોત્રીય શ્રી શય્યભવ સ્વામી થયા. તે દરેક યુગપ્રધાન આચાર્ય પ્રવરોને હું(દેવવાચક) વંદન કરું છું.
વિવેચન :
આ ગાથામાં દેવવાચક ગણિશ્રીએ ભગવાન મહાવીર નિર્વાણ પછીના ગણાધિપતિ સુધર્મા સ્વામી આદિ કેટલાક પટ્ટધર આચાર્યોનું અભિવાદન કરેલ છે. કાલિકશ્રુત અને તેના અનુયોગધર અર્થાત્ સૂત્રાર્થધર બહુશ્રુતોની સ્તુતિ સુધર્મા સ્વામીથી પ્રારંભ થાય છે કારણ કે તેમના સિવાય શેષ ગણધરોની શિષ્ય પરંપરા ચાલી નથી.
(૧)
સુધર્મા સ્વામી ૫૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા,ત્રીસ વર્ષ પર્યંત ગણધર પદવીએ રહ્યા, બાર વર્ષ સુધી આચાર્ય પદે રહ્યા અને આઠ વર્ષ સુધી કેવળી પર્યાયમાં રહ્યા. આ રીતે ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સુધર્માસ્વામી નિર્વાણ પામ્યા.
(૨)
સુધર્માસ્વામીના પટ્ટધર શિષ્ય શ્રી જંબૂસ્વામી હતા. તેઓ રાજગૃહનગરના નિવાસી શેઠ ઋષભદત્ત અને ધારિણી શેઠાણીના પુત્ર હતા. ૯૯ કરોડ સુવર્ણમુદ્રા તથા દેવાંગના જેવી આઠ સ્ત્રીઓનાં મોહ મમત્વને છોડીને તેમણે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી, ૧૨ વર્ષ ગુરુની સેવામાં રહીને શાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કર્યું, ૮ વર્ષ આચાર્યપણે વિચર્યા, ૪૪ વર્ષ કેવળી પર્યાયમાં વિચર્યા. જંબુસ્વામી ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૬૪ વર્ષે મોક્ષ પધાર્યા. તેઓ આ કાલના અંતિમ કેવળી હતા. તેમનું આયુષ્ય ૮૦ વર્ષનું હતું.
(૩)
જંબૂસ્વામીના પટ્ટધર શિષ્ય પ્રભવસ્વામી હતા. તે રાજકુમાર હતા. તેમના જીવનમાં કોઈ ઘટના બની ગઈ. એ કારણે તેને ચોરીનું વ્યસન લાગી ગયું. તે ૫૦૦ ચોરના ઉપરી બની ગયા. એક રાત્રિએ તેઓ પોતાના ૫૦૦ સાથીઓને લઈને જંબૂકુમારની સંપત્તિ લૂંટવા માટે ગયા. એ સમયે જંબૂકુમારની