________________
| શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો
૩૦૫ |
આત્માને જગમગાવી કર્મમળને સર્વથા ભસ્મીભૂત કરીને અપૂર્વ કરણમાં પ્રવિષ્ટ થયા. ઘનઘાતી કર્મનો ક્ષય કરીને તેરમા ગુણસ્થાનમાં પ્રવેશ કરતાં તેમને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું.
જાતિસ્મરણ જ્ઞાન વડે સંયમ ગ્રહણ કર્યો અને સંયમથી જ ચૌદપૂર્વનું જ્ઞાન પ્રાપ્ત થયું. તેના વડે ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયા અને તેતલિપુત્રને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ રીતે કારણ કાર્ય બને છે. તો ચૌદપૂર્વનું જ્ઞાન ઉપર્યુક્ત ઢંગથી પણ પ્રાપ્ત થાય છે અને અધ્યયન કરવાથી પણ ચૌદપૂર્વોનું જ્ઞાન થાય છે. પરિશિષ્ટ-૪ જ્ઞાનની પરસ્પર તુલના
પાંચ જ્ઞાનમાં સર્વપ્રથમ મતિજ્ઞાન ત્યારબાદ શ્રુતજ્ઞાન આ ક્રમ સૂત્રકારે શા માટે અપનાવ્યો છે? શ્રુતજ્ઞાનનો પ્રયોગ પહેલા શા માટે ન કર્યો ? જોકે શ્રુતજ્ઞાન સ્વ–પર કલ્યાણમાં પરમ સહાયક છે. સમાધાન - સૂત્રકારે પાંચ જ્ઞાનનો ક્રમ જે રાખ્યો છે તે સ્વાભાવિક જ છે તેની પાછળ અનેક રહસ્યો છુપાયેલા છે. નંદી સૂત્રમાં"સુયે મધુવન" એવો ઉલ્લેખ કર્યો છે, એનો અર્થ શ્રુત મતિપૂર્વક જ હોય છે. માટે મતિજ્ઞાનનું જે પહેલું સ્થાન બતાવ્યું છે તે નિઃસંદેહ ઉચિત છે.
એમ તો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બન્નેનું અસ્તિત્વ ભિન્ન છે તો પણ તેમાં જે સમાનતા છે તેનો ઉલ્લેખ ભાષ્ય અને વૃત્તિમાં કરેલ છે. તે આ પ્રકારે છે– (૧) સ્વામી :- જે મતિજ્ઞાનના સ્વામી છે તે જ શ્રુતજ્ઞાનનાં સ્વામી છે. ગલ્થ મ ના તત્વ સુયાબં, ગલ્થ સુયTM તત્વ મફળ જ્યાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન છે અને જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે. એ પ્રમાણે બન્નેમાં સ્વામીની દષ્ટિએ સમાનતા છે. (૨) નિ:- મતિજ્ઞાનનો કાળ જેટલો છે એટલો જ કાળ શ્રુતજ્ઞાનનો છે. આ બન્નેનો કાળ સહભાવી છે. આ બન્ને જ્ઞાન એક જીવમાં નિરંતર વધારેમાં વધારે છ સાગરોપમથી કંઈક વધારે કાળ સુધી અવસ્થિત રહે છે. ત્યારબાદ જીવ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે અથવા મિથ્યાત્વમાં પ્રવિષ્ટ થઈ જાય છે અથવા મિશ્ર ગુણસ્થાનમાં એક અંતર્મુહૂર્ત માટે પ્રવિષ્ટ થઈ જાય છે. પહેલા અને ત્રીજા બન્ને ગુણસ્થાનમાં પ્રવેશ કરતાં જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણત થઈ જાય છે. આ પ્રકારે કાળની અપેક્ષાએ બન્ને જ્ઞાનમાં સમાનતા છે. (૩) શરણ :- જેમ ઈન્દ્રિય અને મન મતિજ્ઞાનમાં નિમિત્ત કારણ છે તેમજ શ્રુતજ્ઞાનમાં પણ તે જ કારણ છે. માટે કારણની દષ્ટિએ બન્નેમાં સમાનતા છે. (૪) વિષય :- જેમ મતિજ્ઞાન વડે સર્વ દ્રવ્યને જાણી શકે છે તેમ શ્રુતજ્ઞાન વડે પણ સર્વ દ્રવ્યને જાણી શકે છે પરંતુ સર્વ પર્યાયનો વિષય મતિ અને શ્રુતજ્ઞાનનો નથી. આ દષ્ટિએ બન્નેમાં સમાનતા છે. (૫) પરોક્ષત્ર :- જેમ મતિજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે તેમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષ પ્રમાણ છે. નંદી સૂત્રમાં અને તત્વાર્થ સૂત્રમાં મતિ અને શ્રુતજ્ઞાન બન્નેને પરોક્ષ પ્રમાણમાં અંતનિહિત કરેલ છે. આ અપેક્ષાએ બન્નેમાં સમાનતા મળે છે. આદિના ત્રણ જ્ઞાનમાં પરસ્પર સાધર્મે :
અહીં પ્રશ્ન એ થાય છે કે મતિ-શ્રુતના અનંતર અવધિજ્ઞાન શા માટે કહ્યું છે? મન:પર્યવજ્ઞાન શા