________________
દ્વાદશાંગ પરિચય
૨૦૫
ગટ્ટુ = આઠ, અડ્ડારસ = અઢાર, તીયા = ત્રીસ, વીસા = વીસ, પળલ = પંદર, અણુપ્પવામિ = દશમા વિધાનુ પ્રવાદમાં, વારસ ફારસને = અગિયારમામાં બાર, વાસને તેણેવવભૂળિ = બારમામાં તેર વસ્તુ છે, લીલા પુળા તેરસમે = તેરમામાં ત્રીસ છે, ચોલમે જળવીલાઓ ચૌદમામાં પચ્ચીસ વસ્તુ છે, વસ જેવ પુત્ત્તવથૂળિ = દસ ચૂલિકાઓ છે, આફાળ પડજ્= આદિના ચાર પૂર્વોમાં, લેસાળ ધૂલિયા સ્થિ - શેષ પૂર્વેમાં ચૂલિકા નથી.
ભાવાર્થ :- પ્રશ્ન- પૂર્વગત—દષ્ટિવાદના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– પૂર્વગત—દૃષ્ટિવાદના ચૌદ પ્રકાર છે, જેમ કે– (૧) ઉત્પાદપૂર્વ (૨) અગ્રાયણીયપૂર્વ (૩) વીર્યપ્રવાદપૂર્વ (૪) અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વ (૫) જ્ઞાનપ્રવાદપૂર્વ (૬) સત્યપ્રવાદપૂર્વ (૭) આત્મપ્રવાદપૂર્વ (૮) કર્મપ્રવાદપૂર્વ (૯) પ્રત્યાખ્યાનપૂર્વ (૧૦) વિધાનુપ્રવાદપૂર્વ (૧૧) અવન્ધ્યપૂર્વ (૧૨) પ્રાણાયુપૂર્વ (૧૩) ક્રિયા વિશાળપૂર્વ (૧૪) લોકબિંદુસારપૂર્વ.
(૧) ઉત્પાદપૂર્વમાં દસ વસ્તુ અને ચાર ચૂલિકા વસ્તુ છે.
(૨) અગ્રાણીયપૂર્વમાં ચૌદ વસ્તુ અને બાર ચૂલિકા વસ્તુ છે.
(૩) વીર્યપ્રવાદપૂર્વમાં આઠ વસ્તુ અને આઠ ચૂલિકા વસ્તુ છે.
(૪) અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વમાં અઢાર વસ્તુ અને દસ ચૂલિકા વસ્તુ છે.
(૫) જ્ઞાનપ્રવાદપૂર્વમાં બાર વસ્તુ છે.
(૬) સત્યપ્રવાદપૂર્વમાં બે વસ્તુ છે. (૭) આત્મપ્રવાદપૂર્વમાં સોળ વસ્તુ છે. (૮) કર્મપ્રવાદપૂર્વમાં ત્રણ વસ્તુ કહેલ છે. (૯) પ્રત્યાખ્યાનપૂર્વમાં વીસ વસ્તુ છે. (૧૦) વિદ્યાનુવાદપૂર્વમાં પંદર વસ્તુ કહેલ છે. (૧૧) અવંધ્યપૂર્વમાં બાર વસ્તુ બતાવી છે. (૧૨) પ્રાણાયુપૂર્વમાં તેર વસ્તુ છે.
(૧૩) ક્રિયાવિશાળપૂર્વમાં ત્રીસ વસ્તુ કહેલ છે.
(૧૪) લોકબિંદુસારપૂર્વમાં પચ્ચીસ વસ્તુ છે.
[સંગ્રહણી ગાથાનો ભાવાર્થ આ પ્રકારે છે–] પહેલામાં ૧૦, બીજામાં ૧૪, ત્રીજામાં ૮, ચોથામાં ૧૮, પાંચમામાં ૧૨, છઠ્ઠામાં ૨, સાતમામાં ૧૬, આઠમામાં ૩૦, નવમામાં ૨૦, દસમામાં ૧૫, અગિયારમામાં ૧૨, બારમામાં ૧૩, તેરમામાં ૩૦ અને ચૌદમામાં ૨૫ વસ્તુ છે.
આદિના ચાર પૂર્વમાં ક્રમથી– પ્રથમમાં ૪, બીજામાં ૧૨, ત્રીજામાં ૮ અને ચોથા પૂર્વમાં ૧૦ ચૂલિકાઓ છે. શેષ પૂર્વેમાં ચૂલિકાઓ નથી.