________________
**
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
સૌ પ્રથમ શાસ્ત્ર વિશે થોડી ઘણી જાણકારી મળવા લાગી અને પ્રથમવાર જ્યારે શ્રી નંદીસૂત્રનું નામ સામે આવ્યું, ત્યારે નામ પ્રમાણે એક અદ્ભુત પ્રહ્લાદ ભાવ જાગ્યો. એક આનંદની ઊર્મિ ઉદ્ભવી. નામ તો સુંદર છે જ અને આપણાં બધાં શાસ્ત્રોમાં એકદમ અવનવું અને સુંદર નામ હોય તો તે નંદી સૂત્ર છે, તેવો આભાસ થયો. ધન્ય છે આ નામના પ્રણેતા એવા અનંતજ્ઞાની આત્માઓને, જે અત્યારે સિધ્ધ સ્વરૂપે બિરાજમાન છે. તેઓએ જ્યારે નંદી સૂત્રનો ઉદ્ઘોષ કર્યો હશે અને આ નામ સાથે શાસ્ત્રનાં ભાવોની પ્રરૂપણા કરી હશે ત્યારે કેવો આનંદજનક અપૂર્વ કૃપાયુક્ત આનંદનો વરસાદ થયો હશે તે કલ્પનાતીત છે.
AB
જ્યારે પ્રથમ નંદીસૂત્રનો પાઠ શરૂ કર્યો ત્યારે એક નવો શબ્દ ‘નંદીઘોષ’ સામે આવ્યો. નંદીઘોષ એ ઘોષની અદ્ભુત ચમત્કારિક શક્તિ છે, તેમ લાગ્યું અને આ શક્તિ વિશે આ શાસ્રના પાઠમાંથી જ સંશોધન મળી રહેશે તેવી શ્રધ્ધા પણ થઇ. આ ગૂઢ વિષયને અહીં સંક્ષેપ કરી આપણે મૂળશાસ્ત્ર ઉપર પ્રથમ વિચાર કરીએ. નંદીસૂત્ર એ, જૈન દર્શનનો ગણિતાનુયોગનો એક સ્વચ્છ અરિસો છે. તેટલું જ નહીં પણ સાથે સાથે ભગવાનના શાસનમાં કાળના પરિવર્તન સાથે દેવાધિદેવ બિરાજમાન ન હોય ત્યારે પણ તેના અસ્તિત્ત્વનું ભાન કરાવે તેવા શ્રી સંઘનો પણ એક નિર્દોષ સ્તંભ ઉભો રાખી તેની જે મહત્તા પ્રદર્શિત કરી છે. તે વાંચ્યા પછી, સમજ્યા પછી નત્મસ્તક થઇ જવાય છે અને અહોભાવ પ્રગટ થાય છે. જો કે વિદુષી મહાસતીજીઓ જે નંદીસૂત્રનું ગુજરાતી ભાષામાં સાર રૂપ વિવેચન તૈયાર કરી રહ્યા છે,એટલે કોઇપણ પદનું વિવેચન ન કરતાં તેના વિશે પ્રગટ થયેલી શ્રધ્ધા અથવા તેમાં ભાવો કેવા છે તે બાબત થોડું કહેવા પ્રયાસ કરીશું. નંદીસૂત્ર વિષે આમુખ
21