________________
૨૦૮ |
શ્રી નદી સૂત્ર
અર્થ શું થાય? (૪) આપ્તપુરુષ કોને કહેવાય? આ દરેકનો ઉત્તર આ સૂત્રમાં આપેલ છે.
સમ્યકુશ્રુતના પ્રણેતા દેવાધિદેવ અરિહંત ભગવાન છે. અરિહંત શબ્દ ગુણનો વાચક છે, વ્યક્તિ વાચક નથી. જો કોઈનું નામ અરિહંત હોય તો તેનો નામનિક્ષેપ અહીં અભિપ્રેત નથી. અરિહંતનું ચિત્ર અથવા પ્રતિમા આદિ સ્થાપના નિક્ષેપથી પણ પ્રયોજન નથી અને ભવિષ્યમાં અરિહંત પદ પ્રાપ્ત કરનારા જીવો અથવા જે અરિહંતોએ સિદ્ધપદ પ્રાપ્ત કર્યું છે એવા પરિત્યક્ત શરીર જે દ્રવ્ય નિક્ષેપની અંતર્ગત હોય છે તે પણ સમ્યકશ્રુતના પ્રણેતા બની શકે નહીં. કેવળ ભાવનિક્ષેપથી જે અરિહંત છે તે જ સમ્યકુશ્રુતના પ્રણેતા હોય છે. ભાવ અરિહંત કોણ થઈ શકે? એ વાતને સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે સાત વિશેષણો બતાવ્યાં છે, જેમ કે
(૧) રિહોઉં :- જે રાગદ્વેષ, વિષયકષાય આદિ અઢાર દોષોથી રહિત હોય અને ચાર ઘનઘાતિ કર્મનો નાશ કર્યો હોય, એવા ઉત્તમ પુરુષ ભાવ અરિહંત કહેવાય છે. એને બીજા શબ્દોમાં તે ભાવ તીર્થકર પણ કહેવાય છે.
(૨) ભાવહિં - ભગવાન શબ્દ સાહિત્યમાં બહુ ઉચ્ચકોટિનો છે. જે મહાન આત્મામાં સંપૂર્ણ ઐશ્વર્ય, નિઃસીમ ઉત્સાહ શક્તિ, ત્રિલોકવ્યાપી યશ, સંપૂર્ણ શ્રી રૂપ સૌંદર્ય, સોળ કળાયુક્ત ધર્મ, ઉદ્દેશ્યપૂર્તિ માટે કરવામાં આવેલ અથાગ પરિશ્રમ અને સમસ્ત ઉત્તમોત્તમ ગુણના ધારક હોય તેને જ અહીં ભગવાન કહેવામાં આવેલ છે. સિદ્ધ ભગવાનનો અહીં ભગવાનો શબ્દમાં સમાવેશ કર્યો નથી. કારણ કે તે અશરીરી હોવાથી શ્રુતજ્ઞાનના પ્રરૂપક હોતા નથી.
(૩) ૩પ્પણ-:- અરિહંતનું ત્રીજું વિશેષણ છે– ઉત્પન્ન જ્ઞાનદર્શનના ધારક. જ્ઞાનદર્શન તો અધ્યયન અને અભ્યાસથી પણ થઈ શકે છે પરંતુ એવા જ્ઞાનદર્શનમાં પૂર્ણતા હોતી નથી. અહીં સંપૂર્ણ જ્ઞાનદર્શનની વાત છે. માટે અહીં ઉત્પન્ન વિશેષણનો પ્રયોગ છે.
કેટલાક લોકો ઈશ્વરને અનાદિ સર્વજ્ઞ માને છે. તેના મતનો નિષેધ કરવા માટે પણ આ વિશેષણ આપેલ છે કેમ કે તેમાં ઉત્પન્ન જ્ઞાનદર્શનનું વિશેષણ હોતું નથી.
(૪) તેજરિજિયપૂરું:- ત્રણે લોકમાં રહેનાર અસુરેન્દ્રો, નરેન્દ્રો અને દેવેન્દ્રો દ્વારા તીવ્ર શ્રદ્ધા ભક્તિથી જે અવલોકિત છે. અસાધારણ ગુણોના કારણે તે પ્રશંસનીય છે. તેમજ પ્રશસ્ત મન, વચન અને કાયા દ્વારા વંદનીય અને નમસ્કરણીય છે. સર્વોત્કૃષ્ટ સન્માન તેમજ બહુમાન આદિ વડે પૂજિત છે. (૫) તીવવુHUામણTયગાળÉ :- જે ત્રણે કાળને જાણનાર છે. આ વિશેષણ માયાવીઓમાં તો નથી હોતું પણ કેટલાક વ્યવહાર નયનું અનુસરણ કરતાં કહે છે કે વિશિષ્ટ જ્યોતિષી, તપસ્વી અને અવધિજ્ઞાની પણ ત્રણે કાળને ઉપયોગપૂર્વક જાણી શકે છે પરંતુ વાસ્તવમાં તે અપૂર્ણજ્ઞાની જ હોય છે. () સવ્વપૂT:- જે સર્વજ્ઞાની અર્થાત્ લોક અલોક આદિ સર્વ પદાર્થને જાણે છે, વિશ્વમાં રહેલ સંપૂર્ણ