________________
મતિજ્ઞાન
૧૫૫ |
રાજા બ્રહ્મના મંત્રીનું નામ ધનુ હતું. તે રાજાનો હિતેષી હતો. રાજાના મૃત્યુ બાદ મંત્રી રાજકુમારની સર્વ પ્રકારે સાર-સંભાળ રાખતો હતો. બ્રહ્મદત્ત યુવાન થયો ત્યારે મંત્રીએ બ્રહ્મદત્તને દીર્ઘપુષ્ઠ મિત્ર અને રાણીના અનુચિત સંબંધ વિષયક વાત કરી. યુવા રાજકુમારને માતાના અનાચાર પ્રત્યે બહુ ક્રોધ આવ્યો. રાજકુમારે માતાને સમજાવવા માટે એક ઉપાય શોધ્યો. એક વાર તે એક કાગડાને અને એક કોયલને લઈ આવ્યો અને તે અંતઃપુરમાં જઈને કહેવા લાગ્યો- આ પક્ષીઓની જેમ જે વર્ણશંકરપણુ કરશે તેને હું ચોક્કસ દંડ આપીશ. રાણી પુત્રની વાત સાંભળીને ગભરાઈ ગઈ પણ દીર્ઘપૃષ્ઠ તેણીને સમજાવી દીધી કે એ તો બાળક છે તેની વાત પર ધ્યાન દેવું નહીં.
એકવાર રાજકુમારે શ્રેષ્ઠ હાથણીની સાથે નિકૃષ્ટ હાથીને જોયો, જોઈને તેણે રાણી અને દીર્ઘપૃષ્ઠને બંગભાષામાં ધમકી આપી.
ત્રીજીવાર એક હંસી અને એક બગલાને લઈ આવ્યો અને અંતઃપુરમાં જઈને તેને મોટા અવાજે કહ્યું- આ રાજ્યમાં જે કોઈ આની જેમ રમણ કરશે તેને હું મૃત્યુનો દંડ આપીશ.
ત્રણવાર આ રીતે રાજકુમારની ધમકી સાંભળીને દીર્ઘપૃષ્ઠ સાવધાન થઈ ગયો. તેણે રાણીને કહ્યું– આ કુમાર જે કહી રહ્યો છે તે પ્રમાણે અવશ્ય દંડિત કરશે. નીતિ શાસ્ત્ર અનુસાર વિષવૃક્ષને વધવા દેવું જોઈએ નહીં. રાણીએ પણ તેની વાતનું સમર્થન કર્યું. રાણીએ કહ્યું– એવો ઉપાય કરવો કે આપણું કાર્ય સિદ્ધ થઈ જાય અને લોકોમાં નિંદા પણ ન થાય. આ માટે તેમણે એક યોજના બનાવી કે સૌ પ્રથમ રાજકુમારના લગ્ન કરાવી દઈએ. કુમારને રહેવા માટે એક લાક્ષાગૃહ બનાવવું. લાક્ષાગૃહમાં કુમાર તેની પત્ની સાથે આનંદ વિનોદ કરતો હોય તે સમયે લાક્ષાગૃહમાં આગ લગાડી દેવી. "કામાંધ માણસ શું ન કરી શકે ?" રાણી માતા હોવા છતાં પોતાના પુત્રની હત્યા કરવા માટે તૈયાર થઈ ગઈ.
રાજકુમારના લગ્ન રાજા પુષ્પચૂલની કન્યા સાથે ધામધૂમથી કર્યા. બીજી બાજુ સુંદર લાક્ષાગૃહ પણ બની ગયું. મંત્રી ધનુને દીર્ઘપૃષ્ઠ તથા રાણીના જયંત્રની ખબર પડી ગઈ હતી. એક દિવસ તે દીર્ઘપૃષ્ઠની પાસે ગયો. ત્યાં જઈને તેણે કહ્યું– 'મહારાજ ! હવે હું વૃદ્ધ થઈ ગયો છું. હવે કામ કરવાની શક્તિ પણ રહી નથી માટે શેષ જીવન હું ભગવાનના ભજનમાં વ્યતીત કરવા ઈચ્છું છું. મારો પુત્ર વરધનુ ઉંમરલાયક તથા બુદ્ધિમાન બની ગયો છે માટે રાજ્યની સેવા હવે તે કરશે."
આ પ્રમાણે દીર્ઘપૃષ્ઠની આજ્ઞા લઈને મંત્રી ધનુ ત્યાંથી રવાના થઈને ગંગાનદીના કિનારે એક દાન શાળા ખોલીને દાન દેવા લાગ્યાં પણ આ કાર્ય કરતાં કરતાં તેણે અતિ શીઘ્રતાથી એક સુરંગ ખોદાવી. ગંગાનદીથી એ સુરંગ ઠેઠ લાક્ષાગૃહ સુધી તૈયાર કરાવી. રાજકુમારના વિવાહ અને લાક્ષાગૃહનું નિર્માણ બન્ને તૈયાર થઈ ગયા. તેની સાથે સુરંગ પણ તૈયાર થઈ ગઈ હતી.
લગ્ન બાદ બ્રહ્મદત્તકુમાર તથા નવવધૂને વરધનુની સાથે લાક્ષાગૃહમાં મોકલ્યાં અર્ધી રાત્રે અચાનક આગ લાગી અને લાક્ષાગૃહ પીગળવા લાગ્યો. એ જોઈને કુમારે ગભરાઈને વરધનુને પૂછયું– મિત્ર ! આ શું થઈ રહ્યું છે? આગ કેવી રીતે લાગી ગઈ? ત્યારે વરધનુએ દીર્ઘપુષ્ઠ અને રાણીના ષડયંત્રની વાત