________________
મતિજ્ઞાન
૧૨૯
આ દીકરો મારો છે તેથી ઘરની સર્વ સંપત્તિની હું માલિક થઈશ. બીજી કહે દીકરો મારો છે તેથી પતિની સર્વ સંપત્તિ પર મારો હક્ક રહેશે. વાત વાતમાં ઝગડો બહુ વધી ગયો. છેવટે બન્ને સ્ત્રીઓ ન્યાયાલયમાં પહોંચી ગઈ. તેઓએ ન્યાયાધીશને પોતાની વાત કરી. ન્યાયાધીશ ચિંતામાં પડી ગયા કે આ બાળકની અસલી માતા કોણ હશે?
ન્યાયાધીશે પ્રથમ કર્મચારીઓને કહ્યું – તમે આ બન્ને સ્ત્રીઓના ઘરે જઈને તેની સંપત્તિનો સરખો ભાગ પાડી દો પછી આ બાળકને છરીથી કાપીને બન્નેને અર્ધા અર્ધા આપી દો. ન્યાયાધીશનો આ આદેશ સાંભળીને એક સ્ત્રી મૌન રહી પરંતુ બીજી સ્ત્રીનું હૃદય વિંધાઈ ગયું. તેણીએ કકળતા હૃદયે કહ્યું– સાહેબ આ બાળક પેલી સ્ત્રીનો છે તેને આપી દો. મારા ધણીની બધી સંપત્તિ પણ તેને આપી દો. હું દરિદ્ર અવસ્થામાં રહીશ પણ આ બાકળને જીવિત જોઈને આનંદપૂર્વક દિવસો વ્યતીત કરીશ.
ન્યાયાધીશે પેલી સ્ત્રીનું દુઃખિત હૃદય જોઈને જાણી લીધું કે બાળકની અસલી માતા આ જ છે, માટે તે ધનસંપત્તિ જતી કરીને પણ પોતાના બાળકને જીવિત રાખવા ઈચ્છે છે. પછી ન્યાયાધીશે દીકરો તથા વ્યાપારીની સંપત્તિ બધી અસલી માતાને સુપ્રત કરી અને વંધ્યા સ્ત્રીને તેની ધૂર્તતા માટે કાંઈ આપ્યું નહીં. આ છે ન્યાયાધીશની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ. (૧૮) મધ સિત્થ–મધપૂડો - એક ગામમાં એક વણકર રહેતો હતો. તેની પત્નીનું આચરણ સારું ન હતું. એક વખત વણકર કોઈ અન્ય ગામ ગયો, પાછળથી તેની પત્નીએ કોઈ અન્ય પુરુષની સાથે ખોટો સંબંધ બાંધી દીધો.
પત્ની અન્ય પુરુષની સાથે જ્યાં ગઈ હતી ત્યાં તેણે જાળ બિછાવેલા વૃક્ષની મધ્યમાં એક મધપૂડો જોયો પરંતુ તેના તરફ તેણીએ બહુ ધ્યાન આપ્યું નહી અને તે પોતાના ઘરે ચાલી ગઈ. તેનો પતિ પણ બહારગામથી ઘરે આવી ગયો હતો.
એકવાર વણકર મધ લેવા માટે બજારમાં જતો હતો પણ તેની પત્નીએ કહ્યું – તમે મધ લેવા બજારમાં શા માટે જાઓ છો? મેં આ બાજુમાં રહેલી વૃક્ષની સઘન ઝાડીમાં એક મોટો મધપૂડો જોયો છે, ચાલો, હું તમને બતાવું. એમ કહીને તેણી પોતાના પતિને પેલા જાળ બિછાવેલા વૃક્ષની પાસે લઈ ગઈ પણ ત્યાં તેને મધપૂડો દેખાયો નહીં તેથી તે સઘન વૃક્ષની ઝાડીમાં તેના પતિને લઈ ગઈ, આગલા દિવસે જ્યાં તેણીએ અનાચારનું સેવન કર્યું હતું ત્યાં મોટો મધપૂડો હતો. પતિએ તેની ઔત્પાતિકી બુદ્ધિથી જાણી લીધું કે મારી પત્ની આ સ્થાન પર નિરર્થક અહીં આવી ન શકે નિશ્ચય તે કોઈ અન્ય પુરુષ સાથે દુરાચારનું સેવન કરતી હશે.
(૧૯) મદ્રાઓઃ- કોઈ એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે સત્યવાદી હતો. જનતામાં એવી છાપ હતી કે આ પુરોહિતને ત્યાં થાપણ રાખવામાં આવે તો તે ગમે તેટલો સમય વ્યતીત થઈ ગયો હોય તો પણ પાછી આપે છે. આ વાત સાંભળીને એક ગરીબ ભીખારી પોતાની હજાર સોનામહોર એક વાંસળીમાં ભરીને પુરોહિતના ઘરે આવ્યો અને તેણે પુરોહિતને પોતાની થાપણ સાચવવાનું કહ્યું. પુરોહિતે તે