________________
૧૨૬ ]
શ્રી નદી સૂત્ર
જેટલા દેશમાં જઈશ તે દરેક સ્થળે હું આપનો અપયશ ગાઈશ.ભાંડના મુખેથી રાણીએ પોતાના અપયશની વાત સાંભળીને ભાંડને દેશ પરિત્યાગની જે આજ્ઞા આપી હતી તે પાછી ખેંચાવી લીધી. પછી ભાંડ પહેલાની જેમ રાજાની સાથે આનંદથી રહેવા લાગ્યો. આ ભાંડની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૧) ગોલક–લાખની ગોળી - એકવાર કોઈ એક બાળકે રમતાં રમતાં કુતૂહલવશ એક લાખની ગોળી નાકમાં નાખી દીધી. એ ગોળી અંદર જઈને શ્વાસનાડીમાં ફસાઈ ગઈ તેથી તે બાળકને શ્વાસ લેવામાં બહુ તકલીફ થવા લાગી. આ દશ્ય જોઈને પેલા બાળકના માતા-પિતા ગભરાઈ ગયા. તેઓ બન્ને દોડીને એક સોનીને બોલાવી લાવ્યા.
સોનીએ પોતાની બુદ્ધિથી એક બારીક લોઢાની સળીના અગ્રભાગને ગરમ કરીને સાવધાનીપૂર્વક બાળકના નાકમાં નાંખી. ગરમ સળીની સાથે તે લાખની ગોળી ચોંટી ગઈ પછી તેણે ખેંચીને ગોળી બહાર કાઢી. આ સુવર્ણકારની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૨) ખંભ-થાંભલો – કોઈ એક રાજાને બુદ્ધિમાન મંત્રીની જરૂર હતી. બુદ્ધિમાનની પરીક્ષા કરવા માટે એક વિશાળ અને ઊંડા તળાવમાં એક ઊંચો થાંભલો ખોડી દીધો. ત્યાર પછી ઘોષણા કરાવી કે જે માણસ પાણીમાં ઊતર્યા વગર કિનારા પર ઊભા રહીને જ આ થાંભલાને રસ્સીથી બાંધી દેશે તેને એક લાખ રૂપિયા ઈનામ આપવામાં આવશે.
આ ઘોષણા સાંભળીને એક માણસ ત્યાં આવ્યો. તેણે બીડું ઝડપ્યું કે હું કિનારા પર રહીને થાંભલાને દોરીથી બાંધી દઈશ. પછી તેણે કિનારા પર એક ઊંડો થાંભલો ખોડ્યો, તેના પર દોરીનો એક છેડો મજબૂત બાંધ્યો. પછી બીજો છેડો લઈને તળાવની ચારે બાજુ ફરતો ગયો. જેમ જેમ ફરતો ગયો તેમ તેમ તળાવમાં રહેલો થાંભલો બંધાતો ગયો. આ સમાચાર રાજપુરુષોએ રાજાને આપ્યા. રાજા તેની બુદ્ધિ પર ખુશ થયા. રાજાએ તેને એક લાખ રૂપિયા ઈનામ આપીને મંત્રી પદ પર સ્થાપિત કર્યો. આ તે વ્યક્તિની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૩) લક:- ઘણા વર્ષો પહેલાની એક વાત છે. કોઈ એક ગામમાં એક સંન્યાસિણી રહેતી હતી. તેને પોતાના આચાર વિચારનો બહુ ગર્વ હતો. એક વાર રાજસભામાં જઈને તેણીએ કહ્યું– મહારાજ ! આ નગરમાં કોઈ એવો માણસ છે કે મને પરાસ્ત કરી શકે? સંન્યાસિણીની અભિમાન યુક્ત વાત સાંભળીને રાજાએ તરત જ નગરમાં ઘોષણા કરાવી દીધી કે જે કોઈ આ સંન્યાસિણીને પરાસ્ત કરશે તેને રાજા સારું પારિતોષિક આપશે.
ઘોષણા સાંભળીને નગરના કોઈ લોકો ન આવ્યા પરંતુ એક ક્ષુલ્લક સભામાં આવ્યો. તેણે કહ્યું – મહારાજ ! હું તે સંન્યાસિણીને પરાસ્ત કરી દઈશ. રાજાએ ક્ષુલ્લકને આજ્ઞા આપી. સંન્યાસિણી ક્ષુલ્લકને જોઈને હસી પડી અને બોલી આ મુંડિત મારી સાથે શું મુકાબલો કરી શકશે?
ક્ષુલ્લક ગંભીર હતો. તે સંન્યાસિણીની ધૂર્તતાને સમજી ગયો તેથી ક્ષુલ્લકે પરિવ્રાજિકાને કહ્યું હું જેમ કરું તેમ તમારે કરવાનું, જો એમ નહીં કરો તો તમે પરાસ્ત બની જશો. પરિવ્રાજિકાએ કહ્યું– એ વાત